સરકારી ઓફિસની તિજોરીમાંથી 2000ની નોટો ભરેલો કોથળો અને 1 કિલો સોનું મળ્યું

May 20, 2023

જયપુર: રાજસ્થાનના જયપુરમાં સચિવાલયથી થોડે દૂર 2.31 કરોડ રૂપિયાથી વધારેનું કાળુ નાણુ ઝડપાયું છે. ખાસ વાત એ છે કે, જે દિવસે ભારતીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેચી, તે જ દિવસે યોજના ભવનમાં આવેલા સૂચના અને પ્રૌદ્યૌગિકી વિભાગની ઓફિસમાંથી તિજોરીમાંથી આ રકમ મળી આવી છે.

તિજોરીમાં મળેલી આ રકમ 2000ની 7298 નોટ એટલે કે, એક કરોડ 45 લાખ 96 હજાર રૂપિયા હતા. આ ઉપરાંત 500ની 17 હજાર 107 નોટ મળી, જેની કિંમત 85 લાખ 53 હજાર 500 રૂપિયા છે. સાથે જ એક કિલો સોનાનું બિસ્કીટ પણ મળી આવ્યું છે. આ બિસ્કીટ પર મેડ ઈન સ્વિટ્ઝરલેન્ડ લખેલું હતું. સોનાની કિંમત બજાર ભાવ અનુસાર લગભગ 62 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

હકીકતમાં જોઈએ તો, આ વિભાગમાં દસ્તાવેજોનું ડિજિટલીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમ્યાન શુક્રવારે વિભાગની ઓફિસમાં રાખેલી એક તિજોરીની ચાવી મળતી નહોતી. આ જોઈને અધિકારીઓએ ટેક્નિશિયનને બોલાવીને લોક તોડાવી નાખ્યો. ગેટ ખુલતા જ તિજોરીમાંથી ફાઈલો ઉપરાંત એક સંદીગ્ધ બેગ મળી આવ્યો. તેને જોઈને તાત્કાલિક પોલીસને બોલાવી.

ઘટનાસ્થળ પર જયપુર શહેર પોલીસ કમિશ્નર આનંદ શ્રીવાસ્તવ પણ પહોંચ્યા. જ્યારે બેગ ખોલવામાં આવી તો, અંદરથી 2.31 કરોડ રૂપિયા રોકડા અને એક કિલોગ્રામ વજનની સોનાનું બિસ્કીટ મળી આવ્યું. આ કેસમાં જયપુર સિટી પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી ચુકી છે. હાલમાં એ શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે કે, આ રુપિયા કોના છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0