તથ્યો છુપાવવાના પ્રયાસ, અગ્ની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા નથી: સુપ્રીમ કોર્ટ

December 2, 2020

મંગળવારે સુપ્રીમ કોર્ટે રાજકોટ જિલ્લામાં કોવિડ -19 માટે નિયુક્ત હોસ્પિટલમાં લાગેલી આગ અંગેના ગુજરાત સરકારના અહેવાલ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તથ્યો છુપાવવા માટે કોઈ પ્રયાસ ન કરવા જોઈએ.

આ પણ વાંચો – ગુજરાતને સુપ્રીમ કોર્ટની ફટકાર, કોરોના અંગેની નીતિ શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે?

આ આગમાં કોરોના વાઈરસના પાંચ દર્દીઓના મોત થયા હતા.જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે કહ્યું હતુ કે, અમે ગુજરાતનો જવાબ જોયો છે. સાતમા માળે પાંચ દર્દીઓનાં મોત નીપજ્યાં. આ કેવું સોગંદનામું છે? તથ્યોને છુપાવવાનો કોઈ પ્રયાસ થવો જોઈએ નહીં.

‘ખંડપીઠે કહ્યું હતું કે આ ઘટના એ હકીકતનું પ્રતીક છે કે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગ્નિ સુરક્ષાના યોગ્ય વ્યવસ્થા નથી. ગુજરાત સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યુ હતું કે, રાજકોટની હોસ્પિટલમાં આગની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ ડી.કે.મહેતાની દેખરેખ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. ખંડપીઠે આ ઘટના અંગે ગત સપ્તાહે સુ-મોટુ સંજ્ઞાન લીધું હતું. સોગંદનામામાં અપાયેલી માહિતી અંગે નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, ‘તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. FIR દાખલ કરવામાં આવી છે, પરંતુ કોઈ કારણોસર લોકોને જામીન પણ મળી ગયા છે. કમિશન પછી કમિશન રચાય છે, પરંતુ તેના પછી કશું થતું નથી. ‘કોર્ટે કહ્યું, “સમિતિ માત્ર રાજકોટની ઘટનાની છે અને તે પહેલા આ ઘટના અમદાવાદમાં પણ બની છે અને સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આવી ઘટનાઓની અવગણના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ગોટાળાબાજ ચંદા કોચરની અરજીને સુપ્રીમે ફગાવી, પદ ઉપર ફરીથી નહી લેવાય

‘ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને અહેવાલની સમીક્ષા કરવા અને સુપ્રીમ કોર્ટમાં વધુ સારી એફિડેવિટ દાખલ કરવા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. બેંચે કહ્યું, ‘શ્રી મહેતા, તમે આ સોગંદનામા ઉપર ધ્યાન આપો અને જુઓ કે તેઓ શું ફાઇલ કર્યુ છે.’આ અગાઉ ઓગસ્ટમાં અમદાવાદની ખાનગી કોવિડ -19 હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતાં આઠ કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. 

અમદાવાદમાં નવરંગપુર વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આ અકસ્માત સમયે, હોસ્પિટલમાં 40-45 દર્દીઓ દાખલ થયા હતા. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થતો હતો.

 27 નવેમ્બરના રોજ રાજકોટમાં કોવિડ -19 હોસ્પિટલમાં આગની ઘટનાની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. આવી ઘટનાઓ હોવા છતાં પણ તેમને ઘટાડવા કોઈ નક્કર પગલાં નહીં ભરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી હતી.  

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0