યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં માઇભક્તો અટવાયાં 

September 27, 2023

અચાનક જ તૂટી પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પદયાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી

અંબાજીમાં ભાદરવી પૂનમના 7 દિવસના મેળાને લઈ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે

ભાદરવી પૂનમના પાંચમા દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું

ગરવી તાકાત, અંબાજી તા. 27- એકબાજુ અંબાજીમાં ભાદરવૂ પૂનમનો મેળો ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે. ચારેતરફથી માઇભક્તો અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે મેઘરાજા પણ અંબાજીમાં બઘાડાટી બોલાવી નાંખી છે. અંબાજીમાં હજારો પદયાત્રીઓના આગમન વચ્ચે વરસાદે માઝા મૂકી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક જ તૂટી પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પદયાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

ત્યારે ઘણાં પદયાત્રીઓએ ટેન્ટમાં સહારો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમના પાંચમા દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે ભક્તિના માહોલ વચ્ચે અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમના 7 દિવસના મેળાને લઈ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. લાખો ભક્તો મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા ચાચરના ચોકમાં પહોંચી રહ્યા છે. અંબાજીમાં રોજ હજારોની સંખ્યામાં માઈભક્તો પગપાળા આવીને માં અંબાને નવરાત્રિમાં પોતાના ગામમાં પધારવાનું નિમંત્રણ આપે છે.

ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ હવામાં રહેલા ભેજના કારણે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે બપોર બાદ બનાસકાંઠા, રાજકોટ અને અમરેલી જિલ્લામાં  પવન સાથે વરસાદ વરસ્યો હોવાનો સમાચાર મળી રહ્યા છે. બીજી બાજુ યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે.

એકબાજુ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે. ચારેતરફથી માઇભક્તો અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે મેઘરાજા પણ અંબાજીમાં બઘાડાટી બોલાવી નાંખી છે. અંબાજીમાં હજારો પદયાત્રીઓના આગમન વચ્ચે વરસાદે માઝા મૂકી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક જ તૂટી પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પદયાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણાં પદયાત્રીઓએ ટેન્ટમાં સહારો લીધો હતો. ભાદરવી પૂનમના પાંચમા દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે ભક્તિના માહોલ વચ્ચે અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0