ગરવી તાકાત અમદાવાદ: અમદાવાદમાં દિવસેને દિવસે ડ્રગ્સની હેરાફેી વધી ગઈ છે. જાેકે વધતા જતા નશાના કાળા કારોબાર સામે હવે પોલીસ પણ એકશન મોડમાં જાેવા મળી રહી છે. ડ્રગ્સની હેરાફેરી કરવા માટે લોકો અવનવી રીતો અપનાવતા હોય છે. ત્યારે અમદવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી કરતા યુવક યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પરથી સાઉથા આફ્રીકાથી આવેલ યુવક અને યુવતીને ઝડપી પાડવામાં આવ્યા છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે આ યુવક અને યુવતીએ પોતાના પેટમાં ડ્રગ્સ રાખ્યું હતું. જેમા તેઓ ડ્રગ્સની કેપ્સૂલ બનાવીને ગળી ગયા હતા. તેમને એમ હતું કે તેઓ તેમની આ તકનીકથી બચી જશે પરંતું તેમની આ રીત કામ ન આવી અને તેઓ ઝડપાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે છે બંનેને સોલા સિવિલમાં ૨૪ કલાક રાખવામાં આવ્યા હતા. જ્યા એનિમા આપીને તેમના શરીરમાંથી ૧૩૫ કેપ્સૂલ કાઢવામાં આવી છે. જાેકે અમદાવાદમાં વધતો જતો ડ્રગ્સનો કાળો કારોબાર હવે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમા પણ હવે તો વિદેશથી આવતા નાગરીકો ફિલ્મી સ્ટાઈલે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે.


