ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાનાં ઇન્દ્રાડ ગામ માં આવેલ રબારી કોલોની માં રહેતા ચાર પરપ્રાંતિય યુવક આવેલ અને ત્યાં ઓરડી ઉપર આવી જેમ તેમ બોલવા લાગેલ અને ત્યાં રહેલ અમારા પતિ ને પણ ધોકા વડે માર મારવા લાગેલ અને કહેવા લાગેલ કે પૂજા ને કેમ અમારી સાથે આવવા દેતા નથી તેમ કહીને ઝૂડી નાખ્યો હતો. ત્યાં કોલોની બે બહેનો રહેતી હતી.ત્યાં રાત્રી દરમ્યાન સમયે મહિલા ના પતિએ બચાવવા માટે આગળ આવતા તેને ભેગા મળી ને માર મારવામાં આવ્યો હતો. અને તને ખેચીને બહાર લઇ જઇ પત્નીના હાથ- પગ બાંધી ને અધમુવી હાલતમાં છોડી મૂકી તેની સાળી ને ઉપાડી ને નાસી ભાગ્યા હતા.
ઇન્દ્રાડ ગામમાં આવેલ રબારી દિનુભાઈ ની કોલોનીમાં પરપ્રાંતીય મજૂરો ભાડેથી ત્યાં રહેતાં હતા. રાત્રી દરમ્યાન
ત્યાં રહેતા રામજીવન યાદવ અને તેના સાથી મિત્રો શિશપાલ યાદવ સહિત 4 ઇસમો કોલોની માં ઘુસી ને જેમ તેમ બોલવા લાગેલ અને ગણેશ યાદવ ની પત્ની અને તેની સાળી રાતે બહાર જતા બને જણા ને પકડી ને ઢસેડીને ખેતરમા લઇ ગયા હતા.અને થોડીવાર લાગતાં ત્યાં ગણેશ યાદવ તપાસ કરવા નીકળેલ તો ચાર ઈસમો પત્ની અને સાળી ને ખેતરમાં લઇ જતા હતા.

ગણે સે બચાવ કરવા માટે જતા તેને ધોકાથી માર માર્યો હતો અને ગણેશને બચાવો બચાવો બૂમ કરતા ત્યાં સોસાયટીમાં ચોરીના બનાવના પગલે રાત્રે ચોપી કરતા લોકો શહીદ ખેતરમાં દોડી જતા ગણેશની પત્નીને હાથ પગ થી દોડાથી બાંધેલી હાલતમાં છોડી તેની સાડીને ઉપાડી ગયા હતા ગણેશ અને તેની પત્નીને જાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ ના મારફતે નંદાસણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.
અને સારવાર દરમ્યાન તેમને રિફર કરતા પતિ અને પત્નીએ સાથે મળી ને નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ચાર ઇસમો સામે ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.
— સાળીને ઉપાડી લઇ જનાર ચાર ઈસમોના નામ :- (1) તિલકસિંહ ફુલસિંહ યાદવ (2) રાજાબાબુ તિલકસિંહ યાદવ (3) શીસપાલ ભવાનસિંહ યાદવ (4)રામજીવન ગ્યાનસિંહ યાદવ
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી