વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઢીમા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું…

September 25, 2025

-> નવો જિલ્લો અને ધરણીધર ઢીમા તાલુકો બનાવીને રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોના વિકાસના દ્વાર ખોલ્યા :- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

-> શિક્ષણ, વ્યસનમુક્તિ અને સ્વચ્છતા: ઉજ્જવળ આવતીકાલની ચાવી છે :- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

ગરવી તાકાત બનાસકાંઠા : સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા “સ્વચ્છોત્સવ” અભિયાન- 2025 અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના શ્રી ધરણીધર મંદિર ઢીમા ગામ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ થી લઈને ૨ જી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારીને તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે સૌકોઈ આ અભિયાનમાં જોડાયું છે.

સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનાવે તે જરૂરી છે. અધ્યક્ષશ્રીએ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરીને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તાર માટે ઐતિહાસિક દિવસે રાજ્ય સરકારે ધરણીધર ધામને તાલુકા તરીકે જાહેર કરીને સ્થાનિક જનતાની વર્ષોની માગણીને પૂર્ણ કરી છે. આ સાથે વાવ-થરાદને નવો જિલ્લો બનાવવા તથા અનેક નવીન તાલુકાઓની રચના કરીને સમગ્ર બનાસકાંઠા-પાટણ વિસ્તારના વિકાસને વેગ આપ્યો છે. સરકારશ્રીના આ નિર્ણયથી સરહદી વિસ્તારના લોકોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસના નવા દ્વાર ખુલશે.

અને સરકારી યોજનાઓના લાભ ઘર આંગણે ઉપલબ્ધ થશે.  અધ્યક્ષએ સરકારશ્રીના આ નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો સરહદી નાગરિકોના વતી આભાર વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષ એ જણાવ્યું કે, આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતા માટે કામ કર્યું છે. સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને અધ્યક્ષએ અભિનંદન પાઠવ્યા હતા. ઢીમા ખાતે સૌએ સાથે મળીને “એક દિન – એક ઘંટા – એક સાથ સ્વચ્છ” સૂત્રને અનુસરતા સામૂહિક શ્રમદાન કર્યું હતું. અધ્યક્ષએ ઉપસ્થિતોને જણાવ્યું કે, આપણી આવતીકાલને સારી કરવી હોય તો આપણે શિક્ષણ, વ્યસન મુક્તિ અને સ્વચ્છતા જાળવવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત “સ્વચ્છોત્સવ” નામે સ્વચ્છ ભારતના નવા પર્વનો શુભારંભ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઑક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, આગેવાન ગુમાનસિંહ ચૌહાણ, ડી.ડી. રાજપુત, સરપંચ માનાભાઈ રાજપુત સહિત સબંધિત અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0