અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

સુઇગામ તાલુકા PHC અંડરનાં ગામોની આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી

September 14, 2022

— વિવિધ માંગણીઓને લઈ આશા વર્કરોએ સુઇગામ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું :

ગરવી તાકાત થરાદ :  સુઇગામ .C. H. C અન્ડરના ગામોની અંદર આશા વર્કર તરીકે ફરજ બજાવતી બહેનોએ સુઇગામ મામલતદાર ને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સંદર્ભે અચોક્કસ મુદ્દતની હડતાળ આદરી છે, વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યાં વિવિધ સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરી રહ્યા છે, મંગળવારથી અંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનો હડતાળ પર ઉતરી છે,ત્યાં હવે ગામડાઓમાં આરોગ્ય વિભાગ સાથે રહી કામગીરી કરતી આશા વર્કર બહેનોએ પણ હડતાળનું અસ્ત્ર ઉગામ્યુ છે,
જેમાં સુઇગામPHC અંડરના ગામોમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનોએ ઇનસેન્ટિવ પ્રથા બંધ કરી લઘુતમ વેતન આપવામાં આવે, વર્ગ 4ના મહેકમમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે,કામનો સમય નક્કી કરવામાં આવે,અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટરનીટી લિવ આપવામાં આવે,
હેલ્થ વેલનેસ સેન્ટર અંતર્ગત NCD પ્રોગ્રામ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા એન્ડ્રોઇડ ફોન આપવામાં આવે,45 વર્ષથી ઉપરની મહિલાઓને પેંશનમાં સમાવેશ થાય,અને સરકારી ઓળખકાર્ડ આપવામાં આવે જેવી વિવિધ માંગણીઓ સંદર્ભે સુઇગામ મામલતદાર ને આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં આરોગ્યની કામગીરી પર અસર પડશે એવું જણાઈ રહયું છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
11:41 am, Nov 4, 2024
temperature icon 33°C
clear sky
Humidity 26 %
Pressure 1013 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:47 am
Sunset Sunset: 6:00 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0