— ડો.આશાબેન પટેલની જેમ ઐઠોરના વતની પિન્કીબેન પટેલ શિક્ષિત મહિલા :
— ૨૦૦૯થી રાજકારણમાં સક્રિય, ગાંધીનગર મહાપાલિકામાં બે ટર્મ કાઉન્સિલર રહી ચૂક્યા છે :
— ગાંધીનગર ઉમિતા માતાજી મંદિરના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત :
— ઊંઝા બેઠક ઉપરથી કોંગ્રેસ પિન્કીબેન પટેલને ચૂંટણી જંગમાં ઉતારશે તો ભાજપ ને ૨૦૧૭ની જેમ સીટ ગુમાવવી પડશે.. ?
— સર્વસમાજમાં લોકપ્રિય પિન્કીબેન પટેલને કોંગ્રેસ ટિકીટ આપશે તો ભાજપની હાર નિશ્ચિત :
— મહેસાણા લોકસભા સીટ માટે ૨૦૧૬થી ૨૦૧૯ સુધી પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે :
— ગાંધીનગર જિલ્લા ખાતે ક્રિકેટ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે :
ગરવી તાકાત મહેસાણા : વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ તરફથી ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતની ૩૨ વિધાનસભા બેઠકો માટે પણ ઉમેદવારોની અટકળો તેજ થઈ ચૂકી છે ત્યારે કોને ટિકીટ મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈ ઉત્કંઠા જાેવા મળી રહી છે. મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ભાજપમાંથી ૫૦થી વધારે દાવેદારોએ ટિકીટ માગી છે તો કોંગ્રેસમાં પણ અનેક દાવેદારોએ દાવેદારી કરી છે. ઊંઝા બેઠક ઉપર કોંગ્રેસના સંભવિત દાવેદારોમાં પિન્કીબેન પટેલનું નામ સૌથી ટોપ ઉપર ચાલી રહ્યું છે અને તેમણે ટિકીટ આપવામા આવે તેવી સંભવાનાઓ વધી ગઈ છે.
પાટીદાર સમાજમાંથી આવતા પિન્કીબેન અન્ય સમાજાેમાં પણ લોકપ્રિયતા ધરાવે છે અને ડો.આશાબેન પટેલની જેમ શિક્ષિત પણ છે. કોંગ્રેસ પિન્કીબેન પટેલને ટિકીટ આપશે તો ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવી શકે. ભૂતકાળમાં જે આશાબેન પટેલે કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભાજપના નારણ લલ્લુ પટેલના એકચક્રીય શાસનનો અંત આણ્યો હતો તેેમ પિન્કીબેન પટેલને ચૂંટણી જંગમાં ઉતારવામા આવશે તો ભાજપના સૂપડા સાફ થઈ શકે છે.
ઊંઝા બેઠક ઉપરથી કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમાં હાલ પિન્કીબેન પટેલનું નામ સૌથી ટોપ ઉપર ચાલી રહ્યું છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી મહિલા ઉમેદવારને ટિકીટ મળવાનું ફાઈનલ માનવામાં આવી રહ્યું છે અને તેમાં પિન્કીબેનનું નામ ટોપ ઉપર છે. પિન્કીબેન રજનીકાંન્ત પટેલ કહોડા ગામના વતની છે અને ૨૦૦૯થી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. માત્ર ઊંઝા સુધી જ નહી પણ મહેસાણા જિલ્લા અને ગાંધીનગર જિલ્લા સુધી પણ તેઓ સક્રિય જાેવા મળી રહ્યા છે. ગાંધીનગર મહાપાલિકામાં ૨૦૧૧થી ૨૦૧૬ એમ બે ટર્મ સુધી કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે તો ૨૦૧૪ અને ૨૦૧૮માં કોંગ્રેસના મેયર પદના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. આ સિવાય લોકસભા મહેસાણા સીટ માટે ૨૦૧૬-૨૦૧૯ સુધી પ્રભારી પણ રહી ચૂકયા છે.
આ સિવાય ગાંધીનગર ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટી તરીકે પણ તેઓ હાલ કાર્યરત છે. આ સિવાય ગાંધીનગર જિલ્લા ખાતે ક્રિકેટના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા છે. ઊંઝા બેઠક ઉપર હાલ પિન્કીબેન તરફી વાતાવરણ જાેવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ તેમને ચૂંટણી જંગમાં ઉતારશે તો ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. સમગ્ર ઊંઝા તાલુકાની જનતા પિન્કીબેન પટેલને કોંગ્રેસ ટિકીટ આપે તેવું ઈચ્છી રહી છે.
— ડો.આશાબેન પટેલની જેમ આક્રમક નેતા પિન્કીબેન :
ઊંઝા બેઠક ઉપર ૨૦૧૭માં કોંગ્રેસની ટિકીટ ઉપર ડો.આશાબેન પટેલ જીત્યા હતા અને ભાજપના સૂપડાં સાફ કરી નાખ્યા હતા. પાંચ ટર્મથી ભાજપની ટિકીટ ઉપર ચૂંટાતા નારણ લલ્લુ પટેલને ધોળા દિવસે તારા બતાવ્યા હતા. હવે ફરીથી ૨૦૨૨માં આ ઘટનાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે અને કોંગ્રેસ પિન્કીબેન પટેલને ટિકીટ આપશે તો ભાજપનો ગમે તે ઉમેદવાર આવશે તેને હરાવીને કોંગ્રેસને જીત અપાવશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઊંઝા શહેરની જનતા તેમજ તાલુકાની જનતા પણ પિન્કીબેન પટેલને અપાર પ્રેમ કરી રહી છે અને ખોબલે ખોબલે મત આપીને વિધાનસભામાં મોકલવા માટે ઉત્સુક છે.