ગરવી તાકાત અરવલ્લી : શામળાજીના કારછા પાસેથી રૂ.26.19 લાખનો વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહેલી બે ગાડીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી જોકે મોકાનો ફાયદો ઉઠાવીને પાયલોટિંગ કરી રહેલ ગાડી ચાલક અને વિદેશી દારૂ ભરેલી ગાડી ચાલક ભાગી છૂટ્યા સ્ટેટ મોનિટરિંગની ટીમે ઇનોવાના ચાલકને ઝડપી વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર અમદાવાદના વોન્ટેડ આરોપીઓ સહિત કુલ 8 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો ખાનગી માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનના તલૈયા ઠેકા ઉપરથી વિદેશી દારૂ ભરી ગાડી નંબર જીજે જીરો 1 એચ વાય 14 89.
અને બીજી ગાડી નંબર gj 18 dg 2726 જાબચિતરીયા તરફથી કારછા તરફ આવી રહી રહી દરમિયાન એસએમસીએ ઇનોવાના ચાલકને ઝડપી પાડ્યો જોકે મોકાનો ફાયદો ઉઠાવીને ફોર્ચ્યુનરનો ચાલક તેમજ પાયલોટિંગ કરી રહેલો ગાડીનો ચાલક મોકાનો ફાયદો ઉઠાવીને ભાગી છૂટ્યા પોલીસે બંને ગાડીઓમાંથી 26,19,110નો વિદેશી દારૂ પકડ્યો પોલીસે દારૂ ભરેલી બે ગાડીઓ, મોબાઇલ સહિત કુલ રૂ.76,39, 110નો મુદ્દામાલ કબજે લઈ ઇનોવા ચાલક રાજેશકુમાર ઉર્ફે રાજુ ઉદેસિંહ ઠાકોર રહે.
મફત નગર છાપરા નરોડા અમદાવાદની અટકાયત કરી, વોન્ટેડ આરોપી ભાણા નામનો શખ્સ શ્રવણ ઉર્ફે બિલયાનો ભાણો રહે અમદાવાદ, હારુન જબ્બારભાઈ શેખ રહે. નરોડા પાટિયા અમદાવાદ ગાડીથી પાયલોટિંગ કરનાર અને ભૂપેન્દ્ર ઉર્ફે બાપુ ભૂપશા રહે. તલૈયા રાજસ્થાન ઠેકા વાળો અને રમેશ ઠાકોર રહે. સરદારનગર અમદાવાદ દારૂ મંગાવનાર, શ્રવણ ઉર્ફે બલિયો જોરાજી ઠાકોર રહે. વાલ્મિકી વાસ સરદાર નગર અમદાવાદ દારૂ મંગાવનાર તેમજ ગાડીના માલિક સહિત વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ શામળાજી પોલીસમાં ગુનો નોંધાયો.


