ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લા LCBએ મુંબઈના એક જૈન દેરાસરમાંથી સાત વર્ષ પહેલા ચોરી કરેલા ₹2.78 લાખના ચાંદીના દાગીના ગળાવી વેચવાનો પ્રયાસ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો આરોપી રાજુભાઈ પ્રતાપભાઈ ચૌહાણ પાસેથી 1 કિલો 670 ગ્રામ વજનનો ચાંદીનો પાટ જપ્ત કરવામાં આવ્યો જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની અધ્યક્ષતા હેઠળની ટીમને ભિલોડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી બાતમી મુજબ, રાજુભાઈ ચૌહાણ ચોરી કરેલા ચાંદીના દાગીનાનો પાટ બનાવી કાળા રંગના થેલામાં રાખી નવા ભવનાથ પશુ દવાખાના પાસે વેચવા ઊભો.

પોલીસે બાતમીના આધારે પંચો સાથે રાજુભાઈને ઝડપી પાડ્યો પોલીસે રાજુભાઈ પાસેથી ચાંદીના પાટ અંગે બિલ કે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન અને સંતોષકારક જવાબ પણ આપ્યો ન ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું સાતેક વર્ષ પહેલા તે મુંબઈના સી.પી. ટેન્ક, માધવબાગ સ્થિત એક જૈન દેરાસરમાં નોકરી કરતો ત્યાં ભેટ તરીકે આવેલા દાગીના જે મંદિરના રેકોર્ડ પર નોંધાયેલા ન તે તેણે સંચાલકોની જાણ બહાર થોડા થોડા સમયે ચોરી કરી ભેગા કર્યા.

ચોરી કરેલા આ દાગીનાને તેણે ગળાવીને પાટ બનાવડાવ્યો સંચાલકોને આ ચોરી અંગે કોઈ જાણ ન હોવાનું પણ તેણે જણાવ્યું પોલીસે જપ્ત કરેલા ચાંદીના પાટનું ભિલોડા બજારમાં સોની મારફતે વજન અને ટચ કરાવતા તેનું વજન 1 કિલો 670 ગ્રામ અને કિંમત ₹2,78,973/- આંકવામાં આવી ચાંદીના પાટને પ્લાસ્ટિકના પારદર્શક ડબ્બામાં સીલ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 106 અને 35(ઈ) તેમજ જી.પી. એક્ટ કલમ 124 હેઠળ રાજુભાઈ પ્રતાપભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી.


