ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી LCBએ મોડાસા ટાઉન વિસ્તારમાંથી વિધિના બહાને છેતરપિંડી આચરતી મદારી ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા તેમની પાસેથી કુલ રૂ. 75,400/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મોડાસા ટાઉન વિસ્તારમાં તત્વ એન્જિનિયરિંગ કોલેજ પાસે વાહન ચેકિંગ કરી રહી આ દરમિયાન શામળાજી તરફથી ચાલતા આવતા ત્રણ શંકાસ્પદ યુવકોને રોકી પૂછપરછ કરતાં આ છેતરપિંડીનો મામલો સામે આવ્યો.

ઝડપાયેલા આરોપીઓમાં રમેશનાથ મોહનનાથ મદારી (ઉં.વ. 24), વિશ્વાસનાથ કરણનાથ મદારી (ઉં.વ. 19) અને પ્રદેશનાથ જાનનાથ મદારી (ઉં.વ. 23)નો સમાવેશ થાય આ તમામ ભિલોડા તાલુકાના રીટોડા ગામના રહેવાસી પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.75,400/- નો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં ચાંદીના કડા (કાબીયા) ૨ નંગ (કિંમત રૂ. 52,500/-), સોનાની ચુની ૨ નંગ (કિંમત રૂ. 5,900/-), રોકડા રૂ. 7,000/- અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000/-) નો સમાવેશ થાય.
![]()
પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું તેઓએ શામળાજી પુલ પાસે એક વ્યક્તિને વિધિ કરવાના બહાને વિશ્વાસમાં લઈ સોના-ચાંદીના દાગીના પડાવી લીધા એલ.સી.બી. પોલીસે ત્રણેય આરોપીઓની BNSSની કલમમુજબ અટકાયત કરી અને આગળની કાર્યવાહી માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી.


