ગરવી તાકાત, અમદાવાદ તા.17 – સુરતની મહિલાએ 2013માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. જે ચુકાદાને પડકારતા આસારામે હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી છે. જે અપીલને હાઈકોર્ટની ખંડપીઠે દાખલ કરી છે. 
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ એક વર્ષ, 342 હેઠળ 6 મહિના, 357 હેઠળ 1 વર્ષ અને 506(2) હેઠળ એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.


