ભાવનગરના વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ

January 11, 2022

ભાવનગરમાં છેલ્લા થોડા સમયમાં યુવતીઓને ફસાવવા લવજેહાદના ઝનૂન નીચે કેટલાક યુવકો મેદાનમાં ઉતર્યા છે. યુવતીઓને કોઇ પણ રીતે લોભ લાલચ આપીને પોતાના તરફ આકર્ષીને લગ્ન કરાવવા સુધીના બનાવો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં ફરી એકવખત લવ જેહાદનો કિસ્સો નોંધાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ભાવનગરના વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં એક યુવતીને ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા ભગાડી જવામાં આવી હતી. આ અંગે ડેપ્યુટી મેયર કુમાર શાહે ધારાસભ્ય વિભાવરીબેન દવેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી

ધારાસભ્ય દ્વારા પોલીસને આ અંગે તપાસ કરવા રજુઆત કરી હતી. જેના કારણે પોલીસે યુવાનનું લોકેશન ટ્રેસ કરી હૈદરાબાદથી યુવાન ઝડપાય ગયો હતો. યુવાન પાસેથી પોલીસે વિગત મેળવતા યુવતી વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીની પુછપરછ કરાતા તેણે હૈદરાબાદ લાવી ધર્મપરિવર્તન કરાવવાની વિગતો બહાર આવી હતી. આ ઘટનાની જાણ થતા પરિવારે વડોદરાથી યુવતીને પરત લાવી ઘટના અંગે જાણ કરી હતી

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ભાવનગર પોલીસ અન્ય એક કેસની તપાસ માટે હૈદરાબાદ હતી. તેને લોકેશનની માહિતી આપતા યુવતીને ભગાડીને લઈ ગયેલ યુવાન ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી પોલીસે વિગત મેળવતા યુવતી વડોદરા હોવાનું અને ત્યાંથી હૈદરાબાદ લાવી તેનું ધર્મપરિવર્તન કરાવવાનું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે યુવતીના વાલીઓને જાણ કરતા તે લોકો વડોદરાથી હેમખેમ યુવતીને પરત લઈ આવ્યા હતા. પરંતુ આ ઘટનામાં સાચી વાસ્તવિકતા શું હતી તેની જાણ કરી હતી

[News Agency]

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0