ઉજ્જવલા LPG 500માં આપવાની રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરાત

December 20, 2022

જયપુર (રાજસ્થાન)-  રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણીને હજુ વાર છે. પરંતુ કોંગ્રેસની ગેહલોત સરકારે તેની માટેની તૈયારી શરૂ કરી હોય મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી હતી. કે રાજસ્થાનમાં ઉજજવલા સ્કીમના નવા લાભાર્થીઓને આવતા વર્ષે 1 એપ્રિલથી રાંધણ ગેસના સિલિન્ડર વર્ષમાં 12 આપવામાં આવશે. અને તે પણ પ્રતિ સિલિન્ડર રૂ.500ના ભાવે આ સિલિન્ડરનો માર્કેટમાં ભાવ 1056 રૂપિયા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનના અલવરમાં પસાર થઇ ત્યારે ગેહલોતે આ જાહેરાત કરી હતી. કે આ નિર્ણયથી મોંઘવારી અને બેરોજગારીથી પીડાથી પ્રજાને રાહત મળશે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા બજેટમાં હજુ વધુને વધુ રાહત આપવામાં આવશે.

ગેહલોતના નિર્ણયથી રાજસ્થાનના 67 લાખ બીપીએલ પરિવારોને લાભ મળવાની અપેક્ષા છે ગેહલોતે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરવા કહયું હતું કે, રાજસ્થાન કેનાલ પ્રોજેકટમાં વિઘ્નો નાખે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0