પાટણ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીજે માલિકો અને ઓપરેટરોની તાકીદની બેઠક યોજાઈ…

June 18, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીજે માલિકો અને ઓપરેટરોની તાકીદની બેઠક યોજાઈ પીઆઈ કે. જે. ભોંય દ્વારા ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે ડેસિબલ મર્યાદા અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી આગામી લગ્ન પ્રસંગો અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને આ વિશેષ બેઠકનું આયોજન કરાયું બેઠક દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. ભોંયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું ડીજે વગાડતી વખતે નિર્ધારિત ડેસિબલ મર્યાદાનું પાલન કરવું ફરજિયાત.

Patan Police Meeting DJ Owners; Noise Pollution Ban Strict Action

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ એ સરકારની પ્રાથમિકતા અને તેની અવગણના ચલાવી લેવામાં આવશે નહીં પીઆઈ ભોંય દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અંગે સમજ આપતા જણાવાયું કે રાત્રિના 10 વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ રહેશે જો આ સમય મર્યાદાનું ઉલ્લંઘન થશે તો માત્ર ડીજે ઓપરેટર જ નહીં પરંતુ તેના માલિક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઘોંઘાટપૂર્ણ ડીજેને કારણે બીમાર લોકો વિદ્યાર્થીઓ.

અને સિનિયર સિટીઝનોને થતી તકલીફ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી તેને રોકવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી પોલીસ તંત્ર દ્વારા આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે જપ્તી અને દંડ સહિતની કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા તમામ ડીજે માલિકોને આ સૂચનાઓને ગંભીરતાથી લેવા અને પોલીસ તંત્રને સહકાર આપવા માટે પણ જણાવાયું આગામી તહેવારો અને પ્રસંગોમાં સુમેળભર્યા વાતાવરણની જાળવણી માટે પોલીસ વિભાગ કડક નજર રાખશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0