ગરવી તાકાત પાલનપુર : પાલનપુર રેલ્વે પોલીસ મથકે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હોવા અંગેની ફરિયાદ નોંધાઇ છે તેમાં ચિત્રાસણી રેલ્વે સ્ટેશન યાર્ડ વિસ્તારમાં રાજધાની ટ્રેનની અડફેટમાં આવી જવાથી શરીરે ગંભીર ઇજાઓ થવાથી મૃત હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી
જેમાં મૃતક ઇસમના વાલીવારસોને જાણ સારું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આ લાશને કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હતી જે બાબતે જાહેરાત કરવામાં આવી હતી જેમાં આ વ્યક્તિની ઉંમર આશરે ૪૦ વર્ષ અને ઊંચાઈ પાંચ ફૂટ જેટલી હોવાનું તેમજ રંગે શ્યામ વર્ણ હોવાનું જણાવવામાં આવ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર