મહેસાણા મોઢેરા રોડ પર ડિવાઇડર કૂદી રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું બોલેરોની ટક્કરે મોત 

February 10, 2024

મોઢેરા ગામના વૃદ્ધ ખેતરમાં પોતાના બોર પર જઇ પરત ફરતાં અકસ્માત સર્જાયો 

અકસ્માત સર્જીને મોત નિપજાવનાર બોલેરાનો ચાલક વિરુદ્ધ મોઢેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી 

ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત પોલીસ ચોપડે નોંધાઇ રહી છે.જેમાં વધુ એક ઘટના મોઢેરા પોલીસમાં નોંધાઇ છે. જેમાં મહેસાણા મોઢેરા રોડ પર એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા એ દરમિયાન બેફામ બોલેરોના ચાલકે ટકકર મારતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. સમગ્ર કેસમાં મોઢેરા પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

બેચરાજી: કાયમી PSI નિમણુંક ન કરાતા મોઢેરા પોલીસ સ્ટેશન છેલ્લા દોઢ માસથી  ઇન્ચાર્જ PSI ના હવાલે|Inshorts

મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે મોચી શેરીમાં રહેતા દસાડીયા રસિકલાલ મોઢેરા મહેસાણા હાઇવે પર આવેલ ઇટેચિયા બોર પાસે ગયા હતા.જ્યાં તેઓ ઘરે પરત આવી રહ્યા હતા એ દરમિયાન ડિવાઈડર કૂદી રોડ ક્રોસ કરતા હતા ત્યારે GJ27TD1107ના બોલેરો ડાલાના ચાલકે વૃદ્ધ ને ટકકર મારી રોડ પર ફંગોળ્યા હતા.

અકસ્માતની જાણ આસપાસના ખેતરોમાં રહેલા લોકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યાં વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ મારફતે બેચરાજી સિવિલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં શરીર ગંભીર ઇજા થતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું.સમગ્ર કેસમાં અકસ્માત સર્જનાર ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. હાલમાં વૃદ્ધનું પી.એમ કરાવ્યા બાદ તેઓની અંતિમ માટે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. અકસ્માતને લઈ મોઢેરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0