વર્ષોથી યોજાતા માં અંબાજીના સાત દિવસીય મેળાનો અંતિમ દિવસ છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે
છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં અંબાજીમાં 40 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે
ગરવી તાકાત, અંબાજી તા. 29 – કુલ 51 શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ભાદરવી પૂનમનો દિવસ છે. આજે આસ્થાનો દિવસ છે. 23 સપ્ટેમ્બરથી કુલ સાત દિવસના મેળાનો પ્રારંભ થયો હતો. આજે વર્ષોથી યોજાતા માં અંબાજીના સાત દિવસીય મેળાનો અંતિમ દિવસ છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં 40 લાખ કરતા વધુ માઈભક્તોએ આદ્યશક્તિના ધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. કહેવાય છેકે, શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર છે. કંઈક આવા જ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યાં છે.
અંબાજીમાં માતાજી દર્શન કરવા આવતા માઈભક્તોમાં માતાજી માટે અપાર શ્રદ્ધા છે. એટલાં માટે જ લોકો દૂર દૂરથી અહીં પોતાના મનની આશ પુરી કરવા માતાજીના દર્શને આવે છે. જ્યારે કોઈ ધાર્યું કામ પાર પડતા માતાજીના દર્શને આવે છે. તો કોઈ પોતાની બાધા પુરી કરવા અહીં શીશ નમાવવા આવે છે. કોઈ દંડવત કરતા કરતા માતાજીના મંદિરે આવે છે. કોઈ માતાજીની ધજા હાથમાં લઈને માતાજીના મંદિરે આવે છે. કેટલાંય લોકો વર્ષોથી દૂરદૂરથી પગપાળા સંઘમાં માતાજીના મંદિરે આવે છે. લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને માતાજીના દર્શન કરે છે. માતાજીના દર્શનની સાથો સાથ આવખતે અંબાજીમાં ગબ્બર મુકામે નિર્માણ કરાયેલાં 51 શક્તિપીઠોની આબેહૂબ આભાના દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર સતત ઉમટી રહ્યું છે. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં અંબાજીમાં 40 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. છેલ્લાં છ દિવસોમાં અંબાજીમાં માતાજીના મંદિરે શક્તિના ધામ શક્તિપીઠમાં 3 હજારથી વધુ ધજા ચઢાવવામાં આવી છે. આજે ભાદરવી સુદ પૂર્ણિમાનો મહત્ત્વનો દિવસ છે. શુક્રવાર હોવાથી હંસની સવારી છે. એકાવન શક્તિપીઠ માંથી માતાજીનો રદય અહીં છે.
11 મીટર, 21 મીટર, 31 મીટર એવી 52 ગજની ધજા પણ અહીં લોકો ચઢાવતા હોય છે.