મહેસાણા જિલ્લામાં PNGના નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ…

March 28, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી આ સુવિધા પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અને સાબરમતી ગેસ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા જેમાં ગેસ જોડાણ મેળવવા ઈચ્છતા નવા ગ્રાહકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી સરકારના આદેશ અનુસાર પ્રત્યેક ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે સાબરમતી ગેસ કંપનીએ નવા PNG કનેક્શન.

મેળવનાર તમામ ગ્રાહકોને રૂ. 500 ની વિશેષ છૂટ આપવાનું નક્કી કર્યું આ સાથે જ વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે ‘સિટી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક’ હેઠળ અરજી કર્યાના માત્ર 24 કલાકમાં જ મંજૂરી આપવાની નવી યોજના પણ અમલી બનાવવામાં આવી જિલ્લામાં ગેસ નેટવર્કની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા જણાવવામાં આવ્યું કે, હાલ મહેસાણા જિલ્લામાં કુલ 1,06,490 ડોમેસ્ટિક ગ્રાહકો, 410 કોમર્શિયલ એકમો અને 204 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કાર્યરત જિલ્લાના કુલ 114 ગામોમાં ગેસ લાઈન વિસ્તરેલી.

જેમાં મહેસાણાના 35, વિજાપુર અને કડીના 25-25, વિસનગરના 16, ઊંઝાના 8 અને વડનગરના 5 ગામોનો સમાવેશ થાય આ સુવિધાને વધુ વ્યાપક બનાવવા કંપનીએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર વધારો કર્યો બેઠકના અંતે જિલ્લામાં ઈંધણની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી જિલ્લામાં હાલ ગેસ, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નિયમિતપણે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0