ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

જિલ્લામાં હાલ 1282 મતદાન મથક છે. નવી યોજના અંતર્ગત 160 નવા મતદાન મથક ઉમેરવામાં આવશે. 58 મતદાન મથકોના સેક્શન અન્ય મથકોમાં ભેળવવામાં આવશે 90 મતદાન મથકોમાં બિલ્ડિંગ, રૂમ અને બુથના નામમાં ફેરફાર કરવામાં આવશે. કુલ 148 મતદાન મથકોમાં સુધારા કરવામાં આવશે.

પુનર્ગઠન બાદ જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યા 1442 થશે. જિલ્લા ચૂંટણી અધિકારી આ અંગેની આખરી યાદી પ્રસિદ્ધ કરશે. બેઠકમાં સાંસદ રમિલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત પ્રાંત અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.


