ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના ગાયત્રી મંદિર નજીક દર્શન કરી એક વૃધ્ધા પોતાના ઘરે ચાલીને જતા એ દરમિયાન સરનામું પૂછવાના બહાને બે અજાણ્યા ઈસમોએ વૃધ્ધાના ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો દોરો ઝૂંટવી રફુચક્કર થઈ ગયા સમગ્ર ઘટના અંગે વૃદ્ધાએ ઘરે જાણ કરતા ત્યારબાદ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ આદરી.

મહેસાણા શહેરમાં ધરમ સિનેમા પાછળ ત્રિવેણીપાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ચૌધરી સવારે પોણા નવ વાગે પોતાના ઘરેથી ચાલીને મહેસાણા હાઇવે પર આવેલા ગાયત્રી મંદિરે દર્શન કરવા માટે ગયા અને દર્શન કરી પરત ઘરે ચાલીને જતા એ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થનાસભા હોલ પાસે જતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ સંસ્કાર ફ્લેટ પાસે બાઇક ઉભું રાખી.
![]()
જેમાંથી એક ઇસમે વૃદ્ધા પાસે જઈ રામ લખન ફ્લેટ ક્યાં આવ્યા એમ પૂછવા નજીક ગયો અને વૃધા ના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝૂંટવી બાઇક પર બેસી હિંગળાજ ચોક તરફ ભાગી ગયો સમગ્ર ઘટના અંગે વૃધા એ ઘરે આવી પોતાના પતિને આ બાબતે જાણ કરી ત્યારબાદ તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 1,35 લાખ કિંમતના સોનાના દોરા ચોરી અંગે ફરિયાદ નોંધાવી.


