અરવલ્લી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન પર હુમલાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી…

February 9, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસાના શીણાવાડ પાસે ગાડીમાં પસાર થઈ રહેલા અરવલ્લી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ઉપર હુમલાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી અગાઉ પણ પૂર્વ ચેરમેન ઉપર હુમલો થયો તમે કેમ અમારા વિરુદ્ધ ફરિયાદો આપો છો તેમ કહી જીજે 31 પાર્સિંગની ગાડીમાં આવેલા ત્રણ શખ્સો પૈકીના એક શખ્સે ગાડી પર દંડો ફટકારી કાચ તોડી નાખી પૂર્વ ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી આપતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ નામજોગ અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો.

મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનમાં રેવાભાઇ મગનભાઈ ભાભી પૂર્વ ચેરમેન સમિતિ રહે. વરથુ તા.મોડાસાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેમના પુત્ર આશુતોષ અને અન્ય બે તેમના ઓળખીતાઓ સાથે ગાડી નં. gj01 rw 81 89 લઈ મોડાસા તરફ આવી રહ્યા અને તેમનો પુત્ર ગાડી હંકારી રહ્યો દરમિયાન પાછળથી કાળા રંગની જીજે 31 પાર્સિંગની ગાડી લઈને આવેલા ત્રણ શખ્સો ગાડી આગળ ગાડી ઉભી કરાવી શખ્સ નીચે લાકડાના દંડા સાથે નીચે ઉતર્યો  અને તેની સાથે મોઢે રૂમાલ બાંધીને બે અજાણ્યા શખ્સો ઉતર્યા.

આ પૈકીનો એક શખ્સ કહેવા લાગ્યો કે તમે કેમ અમારા વિરુદ્ધ ફરિયાદો આપો છો તેમ કહી ગાડીના બોનેટ ઉપર દંડો મારી કાચ તોડી નાખ્યો ગાડી શીણાવાડ તરફ પાછી હંકારી મૂકતા ઉપરોક્ત શખ્સોએ ગાડીનો નાથાવાસ સુધી પીછો કરતાં 112 મોબાઈલને જાણ કરાઈ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતેથી 112 સાથે પૂર્વ ચેરમેન મોડાસાના પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસે આરોપી અનિલભાઈ અમરાભાઇ પરમાર રહે. શીણાવાડ તા. મોડાસા અને અન્ય અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0