મહેસાણા-ઊંઝા હાઈવે પર ઇકો ચાલકે બે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો…

February 3, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના કલ્યાણપુરા મોટી દાઉ ખાતે રહેતા ફતેહસિંહ ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી ગત સાંજે મહેસાણા-ઊંઝા હાઈવે પર આવેલા સોનેરીપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી ફરિયાદની વિગતો મુજબ ગત તારીખ 1 ફેબ્રુઆરીના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે ફતેહસિંહ ઠાકોર.

અને તેમની સાથેના છગનજી છનાજી ઠાકોર મહેસાણા-ઊંઝા હાઈવે પરથી સોનેરીપુરા પાટિયા તરફ જવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા આ દરમિયાન ઊંઝા તરફથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ઇકો ગાડીના ચાલકે બંને રાહદારીઓને જોરદાર ટક્કર મારી ટક્કર એટલી ગંભીર કે બંને જણા રોડ પર ફંગોળાયા હતા, જ્યારે અકસ્માત સર્જી ઇકો ચાલક પોતાની ગાડી લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો.

આ અકસ્માતમાં છગનજી ઠાકોરને બંને પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે મહેસાણા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે ફરિયાદકર્તા ફતેહસિંહને માથા અને કમરના ભાગે ઇજાઓ પહોંચતા તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રામાપીરના મંદિર સામે બનેલી આ ઘટના અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0