ખેરાલુ હાઈવે પર આઈવા ટ્રકે ઈકો ગાડીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો…

June 20, 2025

ગરવી તાકાત ખેરાલુ : ખેરાલુ હાઈવે પર વૃદાંવન ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો આઈટીઆઈ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા આઈવાએ એક ઈકો ગાડીને જોરદાર ટક્કર મારી સુરતના ઓલપાડના પારસીવાડના રહેવાસી ઈકરામ મુખત્યાર કુરેશી તેમના પરિવાર સાથે સતલાસણા ખાતે ભત્રીજીના લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા

ખેરાલુમાં ડુપ્લીકેટ ઈન્ટેલિજન્ટના લેટર સાથે 5 શખ્સની ધરપકડ

અને ખેરાલુ આઈટીઆઈ ચોકડી પાસે પાછળથી આવેલા ટ્રકે તેમની ઈકો ગાડીને ટક્કર મારી આ ટક્કરના કારણે ઈકો ગાડી રોંગ સાઈડમાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં મુખત્યાર ખુદાબક્ષ કુરેશી (60), નિલોફર ઈકરામ કુરેશી (35) અને મહોમ્મદસામી ઈકરામ કુરેશી (7)ને ઈજાઓ થઈ હતી.

Bus passenger dies in mishap on Mum-Pune Expressway | Mumbai news -  Hindustan Times

ઘાયલોને પ્રથમ ખેરાલુ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ખેરાલુ પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0