ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી. જેમાં એક ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઈજાઓ પહોંચી.
ત્યારે આજે વડનગરમાં આવેલા તોરણીયા વડ નજીક એક બાઈક ચાલક અને ગાડી ચાલકે જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલક રોડ પર ફગોળાઈ ગયો. અકસ્માતમાં બાઈક ચાલકને ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો તેમજ ઘટનાની જાણ આસપાસના લોકોને અને રોડ પર પસાર થતા વાહન ચાલકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘાયલ બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.