અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનાના ફરાર આરોપીને મહેસાણા એસઓજીએ દબોચી લીધો 

August 6, 2024

મહેસાણા ડી-માર્ટ સર્કલ પાસેથી પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડ્યો 

લાડોલ પોલસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો તેમજ અપહરણનો ગુનો નોંધાયો હતો 

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – લાડોલ પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ પોક્સો જેવા ગંભીર ગુન્હામાં છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીને મહેસાણા એસઓજીની ટીમે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડી-માર્ટ સર્કલ પાસેથી દબોચી લીધો હતો.

વિજાપુરના લાડોલની 17 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર આઝમખાન સિદ્દીકી ઝડપાયો  | Vijapur na Ladol ni 17 Varsh ni Hindu Sagira ne Uthavi Janar Azamkhan  Siddiqui Zadpayo

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા તેમજ પેરોલ જમ્પ પર ફરાર આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ એસઓજી પીઆઇ એન.આર.વાઘેલાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.બી.સીંઘવ તથા પીએસઆઇ બી.ડી. વાઘેલા તથા પીએસાઇ યુ.બી.ઝાલાને સૂચના આપી હતી. જે અન્વયે પીએસઆઇ યુ.બી.ઝાલા, એએસઆઇ નિતીનકુમાર, રમેશભાઇ, હેકો. સંજયકુમાર, જીતેન્દ્રભાઇ તથા પોકો વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ, મહાવીરસિંહ સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન પોકો. વિશ્વનાથસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, લાડોલ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનાનો ફરાર આરોપી હાલમાં મહેસાણા ડી-માર્ટ સર્કલ પાસે ઉભો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપીને કોર્ડન કરી દબોચી લઇ લાડોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0