ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર-તખતગઢ રોડ પરથી એક ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું આ બાળક તળાવના ગરનાળા પાસે મૃત હાલતમાં મળી આવ્યું સ્થાનિકોએ 108ને જાણ કરતા બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું બાળક મૃત હોવાથી પ્રાંતિજ પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધ્યો.
![]()
ફતેપુરા મહેતાવાસના 56 વર્ષીય મુકેશભાઈ મોહનભાઈ પંચાલની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ નારાયણસિંહ ઉમટે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ત્યજી દેવાયેલા બાળકનું મોત થયું બાળકને રવિવારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
![]()
બાદ સોમવારે તેનું પોસ્ટમોર્ટમ કરીને DNA સેમ્પલ લેવામાં આવ્યા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી મળી આવેલ સ્થળની આસપાસની હિંમતનગર, મોડાસા અને પ્રાંતિજની મેટરનિટી હોસ્પિટલોમાં તપાસ કરીને જરૂરી માહિતી એકઠી કરવામાં આવશે.


