ગરવી તાકાત અમીરગઢ : ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન રોડવેજની એક સરકારી બસમાંથી 30 કિલોથી વધુ ગાંજો પકડાયો આ માદક પદાર્થ બિનવારસી હાલતમાં મળી આવ્યો જેની બજાર કિંમત આશરે ₹3.30 લાખ અંદાજવામાં આવી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું તે દરમિયાન રેવદરથી અમદાવાદ-વડોદરા જઈ રહેલી રાજસ્થાન રોડવેજની બસને રોકાવીને તપાસ કરવામાં આવી બસમાં તપાસ કરતા, મુસાફરોની સીટ ઉપર સામાન મૂકવાની જગ્યા પર ચાર શંકાસ્પદ થેલા પડ્યા પોલીસે શંકાના આધારે આ થેલાઓની તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો.
પકડાયેલા ગાંજા ભરેલા થેલાઓ કોના છે તે અંગે કોઈ માહિતી મળી બસના ચાલક અને કંડક્ટરે પોલીસને જણાવ્યું કે, મુસાફરો બસમાં બેસે અને ઉતરે છે, તેથી આ થેલા કોના છે તેની તેમને જાણ નથી. પોલીસે 30.307 કિલો ગાંજો, જેની કિંમત ₹3,30,700 છે, તે કબજે કર્યો બસને જવા દઈ પોલીસે આ મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી.