ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 લાખની કિંમતના આશરે 30 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો આ કાર્યવાહી દિવાળીના તહેવારો દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગનો ભાગ.
પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક મુસાફર બસને રોકવામાં આવી બસની તલાશી લેતા, તેમાં રાખેલા ચાર થેલામાંથી આશરે 30 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાઓનો કબૂલાત ન કરતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના આબુરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજો પોતાનો હોવાનું કબૂલ્યું અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી પોલીસે ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી.