ગ્રામ્ય કક્ષાએથી એસટી બસ વ્યવસ્થાની વિગતવાર જાણકારી માટે જે તે ગામના તલાટીશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે
(ગરવી તાકાત) મહેસાણા તા. 9 – શક્તિ ,ભક્તિનો એક સાથે સુખદ સમન્વય એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ…રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે.
આગામી તારીખ ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૪થી તારીખ ૧૬ મી ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન અંબાજી યાત્રાધામ ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ યોજાનાર છે. માં અંબાના દર્શન અને શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે મહેસાણા જિલ્લાના સૌ પરિવારજનો અને સ્નેહીજનો સાથે સૌ સહભાગી થઈને ધન્યતા અનુભવી નિઃશુલ્ક યાત્રાનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાંથી તારીખ ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૫ દિવસમાં કુલ ૮૦ બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે.
આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુ અને બસમાં નિશુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્પાહાર પીવાના પાણી અને અન્ય જરૂરી વ્યવસ્થા તેમજ જરૂરત ના સમયે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અને પરિક્રમાં સમયે ભોજનની વ્યવસ્થા અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
જિલ્લાના નાગરિકોને તેમજ જિલ્લાના સેવા સંઘોને આ અવસરનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.જે શ્રદ્ધાળુઓ માં અંબાના ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં લાભ લેવા ઉત્સુક હોય તેઓએ સંબધિત તાલુકા મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓનો સંપર્ક કરવો .ગ્રામ્ય કક્ષાએ જે શ્રદ્ધાળુઓ અંબાજી મુકામે ૫૧ શક્તિપીઠ મહોત્સવમાં જવા ઈચ્છતા હોય તેવા લોકોએ ગુજરાત એસટી નિગમ તરફથી વિનામૂલ્ય બસની સગવડ કરવામાં આવનાર છે આ યાત્રામાં જાેડાવા માટે ગ્રામ્ય કક્ષાએ કઈ જગ્યાએથી, કઈ તારીખે અને કેટલા સમયે એસટી બસ વ્યવસ્થા થાય છે તેની વિગતવાર જાણકારી માટે જે તે ગામના તલાટી શ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.