ગરવી તાકાત, મહેસાણા તા. 29 – સાંકળચંદ પટેલ યુનિવર્સીટીની સ્વામી સચ્ચિદાનંદ પોલીટેકનીક કોલેજ દ્વારા 27મી મે 2023ની સાંજે યુનિવર્સીટીના ઓપન એર થિયેટરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 250 થી પણ વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી અને ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
માનનીય પ્રમુખ શ્રી પ્રકાશ ભાઈ પટેલે વિદ્યાર્થીઓને તેમના સંગઠન અને હાજરી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થાના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં લાઇવ મ્યુઝિકલ નાઈટ ના રૂપમાં મનોરંજન અને રાત્રિભોજન પછી વિવિધ રમતો આવરી લેવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડૉ. પી.જે. પટેલે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને આવકારી ભવિષ્યમાં સંસ્થાના વિકાસ માટે ફાળો આપવા અનુમોદન કર્યુ હતું. કાર્યક્રમના સફળ સંચાલન બદલ કો-ઓર્ડિનેટર પ્રો. એસ. કે. સોની અને અન્ય ફેકલ્ટીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.