અશોકભાઇ ચૌધરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર જિલ્લાના પ્રભારી બનાવાયાં
ભારતીય જનતા પાર્ટી દ્વારા અશોકભાઇ ચૌધરીની કામગીરી નોંધ લઇ જિલ્લા પ્રભારીનો કાર્યભાર સોપાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 16- ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા દૂધ સાગર ડેરીના યશસ્વી અને પારદર્શક વહીવટના પ્રણેતા લાખો પશુપાલકના સ્વપ્ન એવા ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીને ગાંધીનગર જિલ્લાના પ્રભારી બનવવામાં આવ્યાં છે.
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીની પશુપાલકોના હિતલક્ષી નિર્ણય અને દૂધ સાગર ડેરીનો પારદર્શક વહીવટની ભારતીય જનતા પાર્ટી દ્વારા નોંધ લઇ તેઓને ગાંધીનગર જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. અશોકભાઇ ચૌધરીને ગાંધીનગર જિલ્લાના પ્રભારી બનાવવામાં આવતા તેમને અનેક શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. અશોકભાઇ ચૌધરીનો સહકારી ક્ષેત્રમાં તો દબદબો જોવા મળી રહ્યો છે.
પરંતુ હવે રાજકિય ક્ષેત્રે પણ અશોકભાઇ ચૌધરીનો દબદબો સતત વધી રહ્યો છે. મહત્વની બાબત છે કે આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને પગલે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પદો પર હોદ્દેદારોના કામની નોંધ લઇને નિમણૂંક કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લા સહકારી ક્ષેત્રની સાથે સાથે અશોકભાઇ ચૌધરી રાજકિય ક્ષેત્રે પણ પોતાનું વર્ચસ્વ વધારી રહ્યા છે.