મહેસાણાના અનેક માર્ગો પર રખડતાં ઢોરોનો ત્રાસ એટલી હદે વધી રહ્યો છે. કે શહેરના એક પણ માર્ગ રોડ રસ્તો એવો નહી હોય જ્યાં ગાયો આખલા અડીંગો જમાવેલો માર્ગ પર ન હોય
ગરવી તાકાત, મહેસાણા તા. 8- મહેસાણા શહેરમાં રખડતાં ઢોરનો આતંક વધી રહ્યો છે. શહેરના માર્ગો પર વાહન ચાલકો અકસ્માતના જાેખમે પોતાનું વાહન ચલાવીને પસાર થવા મજબૂર બની રહ્યાં છે. મહેસાણાના અનેક માર્ગો પર રખડતાં ઢોરોનો ત્રાસ એટલી હદે વધી રહ્યો છે. કે શહેરના એક પણ માર્ગ રોડ રસ્તો એવો નહી હોય જ્યાં ગાયો આખલા અડીંગો જમાવેલો માર્ગ પર ન હોય. મહેસાણા શહેરનો એસ.ટી વર્કશોપ રોડ પર ઢોર અડીંગો જમાવીને બેઠા છે. જ્યારે રાધનપુર સર્કલથી મોઢેરા રોડ તરફ આવતાં મેઇન હાઇવે પર પણ ઢોરો અડીંગો જમાવીને બેઠેલા જાેવા મળી રહ્યા છે.
રામોસણાથી વિસનગર તરફ જતાં બ્રીજ પર પણ ઢોર બ્રીજ વચ્ચોવચ્ચ બેઠા હોવાના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મોઢેરા રોડ પર, નાગલપુર હાઇવે પર, વિસનગર રોડ પર, રાધનપુર રોડ પર આમ મહેસાણા શહેરનો એક પણ એવો માર્ગ નહી હોય જ્યાં ગાયોએ અડીંગો ન જમાવ્યોં હોય આમ છતાં મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો ઢોરોને પકડવાની તસ્દી સુદ્ધા લેતા નથી જેના પરિણામે શહેરની પ્રજા વાહનચાલકો ઢોરોના કારણે ટ્રાફિકની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે તો કેટલાક ઢોરોના કારણે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે.
મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ તમાશો જાેઈ રહ્યા છે પરંતુ કોઈને પણ વાહન ચાલકોની ચિંતા નથી. મહેસાણા પ્રમુખ સાહેબ જરા જુઓ તમારા નેતૃત્વમાં તમારી ઢોર પાર્ટી શું ખેલ ખેલી રહી છે. રખડતાં ઢોર રસ્તા પર ગંદકી કરે છે તે ગંદકીથી ચોમાસામાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધે છે તે માટે જવાબદાર કોણ? એક તરફ પ્રજાના પૈસે રસ્તાઓની સફાઈ અને બીજી તરફ રસ્તાઓ પર ગંદકી કરવાની છૂટ કોણ આપી રહ્યું છે? બેદરકાર તંત્ર જવાબ આપે કે ઢોર પકડવાની ડ્રાઈવ કેમ બંધ કરી દીધી છે અને કેમ ટેક્સ ભરતી પણ જનતાને સુરક્ષા પૂરી પાડવાના બદલે તમે રખડતાં ઢોરના માલિકો સાથે સાંઠગાંઠ કરી લીધી છે?
મુખ્ય રસ્તા ઉપર તંત્રએ જાણે ઢોરવાડા શરૂ કર્યા હોય તેમ સંખ્યાબંધ ઢોર અડીંગો જમાવતા હોય તેવા દ્રશ્યો પ્રતિદિન જાેવા મળે છે. તેના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે આ શહેરનું નામ ઢોરનગર રાખવું જાેઇએ. શહેરનાં મુખ્યમાર્ગો પર અડીંગો જમાવતા ઢોર ક્યારેક યુધ્ધે ચઢતા રાહદારીઓ અડફેટે આવતા ઇજાગ્રસ્ત થતા હોવાના બનાવોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવારૂપ અને જાેખમી બની રહી છે. રાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફીકને અડચણ, જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાજ્ય સરકારનો ઉધડો લેતા સરકારના આદેશ બાદ ઠેર-ઠેર ઢોર પકડ ઝુંબેશ શરૂ થઈ હતી. ત્યારે મહેસાણાનાંં મુખ્યમાર્ગો પર બેસી રહેતા રખડતા ઢોરનો મુદો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.