અમદાવાદ શહેરના 38 પોલીસકર્મીની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના 25 IPS અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.


215 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ હતી થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યાએ 215 પોલીસ કર્મચારીના બદલીના આદેશ આપ્યા હતા, જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી હતી. તો કેટલાક કર્મીની જાહેરહિતમાં બદલી કરવામાં આવી હતી.