રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરાયો
રાજ્યમાં 43 હથિયારધારી, 551 બિન હથિયારધારી PSIની એકસાથે બદલી કરાઇ
ગરવી તાકાત, ગાંધીનગર તા. 01 – લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે તે પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં 43 હથિયારધારી, 551 બિન હથિયારધારી PSIની એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 232 પીઆઈની બદલીના આદેશો થયા છે. પોલીસ અધિકારીઓને એક શહેરખી બીજા શહેર મોકલાયા છે.
હજુ 30 જાન્યુઆરીએ 50 IASની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત છે. રાજ્યના હથિયારી અને બિન હથિયારી PSI ની મોટા પાયે બદલી કરાઈ છે. 551 બિન હથિયારી PSI ની એક સાથે બદલી કરાઈ છે. 43 જેટલા હથિયારી PSI ની પણ બદલી કરાી છે.
ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. જેમાં 232 પીઆઈની બદલીના પણ આદેશ થયા છે. પીએસઆઇ બાદ પીઆઇની પણ મોટાપાયે બદલી કરાઈ છે. આમ, રાજ્યમાં પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં દેખાય તો નવાઈ નહિ.
લોકસભા 2024 ચુંટણી પૂર્વે રાજ્યમાં સનદી અને પોલીસ વિભાગમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે. પીએસઆઇ પ્રદીપસિંહ પ્રવિણસિંહ જાડેજાને મહેસાણા તથા જીતેન્દ્રભાઈ દેવજીભાઈ વસાવાને મહેસાણા ખાતે બદલી કરવામાં આવી હતી. બદલીના ગંજીપામાં નવસારી જિલ્લાના 3 પોલીસ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરાઈ. PI પી. જી. ચૌધરીની વલસાડ જિલ્લામાં, PI કે. એલ. પટણીની ઇન્ટેલિજન્સમાં તેમજ PI પી. આર. કરેણની સી. આઈ. ડી. ક્રાઈમમાં બદલી કરાઈ. જ્યારે અમદાવાદ સીટીના PI એ. જે. ચૌહાણ, PI વી. જે. જાડેજા અને PTC જૂનાગઢના PI ડી. જે. કુબાવતની નવસારી જિલ્લામાં નિયુક્તિ કરાઈ.