ગરવી તાકાત સાબરકાંઠા : ઇડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની સામાન્ય ચૂંટણી પૂર્વે મતદાર યાદીને લઈને ચાલી રહેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો સાબરકાંઠાના જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓના આદેશથી, અધિકૃત અધિકારી અને સહકારી અધિકારી (બજાર) ડી.એમ. પરમારે પ્રાથમિક ખેડૂત મતદાર યાદી સામે દાખલ થયેલા વાંધાઓનો નિકાલ કરતાં એક મહત્વપૂર્ણ હુકમ જાહેર કર્યો થોડા દિવસો અગાઉ, ઇડર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નંદુભાઈ પટેલે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ લેખિત રજૂઆત કરી તેમણે આક્ષેપ કર્યો કેટલીક સેવા સહકારી મંડળીઓએ પેટા કાયદાનો ભંગ કરીને વ્યવસ્થાપક સમિતિમાં કાયદેસરના 10 સભ્યોના બદલે 21 સભ્યો દર્શાવી તેમના નામ મતદાર યાદીમાં સામેલ કર્યા.

કોંગ્રેસે બ્રહ્મપુરી, મેસણ, નવાગામ, દાવડ, પોશીના, અબડાસણ, લાલપુર, સૂર્યનગરકંપા, મોહનપુરા, તખતગઢ, ઇશ્વરપુરા અને નાનીવાડોલ સહિતની મંડળીઓ સામે વાંધો ઉઠાવી અંતિમ મતદાર યાદી જાહેર કરતાં પહેલાં તમામ દસ્તાવેજોની ચકાસણી કરવાની માંગ કરી અધિકારીના હુકમ મુજબ, ચડાસણા, દલજીતપુરા, બ્રહ્મપુરી, મેસણ, દાવડ, નવાગામ, પોશીના, અબડાસણ અને લાલપુર સહિત કુલ 10 સેવા સહકારી મંડળીઓ દ્વારા વ્યવસ્થાપક સમિતિ માટે મોકલાયેલા વધારાના સભ્યોના નામ ખેડૂત મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા આ ઉપરાંત, સૂર્યનગરકંપા સેવા સહકારી મંડળી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ધિરાણની કામગીરી કરતી હોવાનું નોંધાતા બજાર અધિનિયમની કલમ-11 મુજબ તેને ખેડૂત મતદાર યાદીમાં સમાવેશ માટે અયોગ્ય ઠેરવવામાં આવી.

જ્યારે ઇશ્વરપુરા-તખતપુરા સેવા સહકારી મંડળી અંગે કરવામાં આવેલા વાંધાને નામંજૂર કરીને તેના સભ્યોના નામ મતદાર યાદીમાં યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણય બાદ ઇડર APMCની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં ફરી ચર્ચા તેજ બની હવે અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણી પ્રક્રિયા વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી અધિકૃત અધિકારીના હુકમ મુજબ, ગોરલ સેવા સહકારી મંડળી લિ. સામે કરવામાં આવેલો વાંધો સુનાવણી દરમિયાન જરૂરી આધાર-પુરાવા રજૂ ન થતાં પરત ખેંચવામાં આવ્યો.


