સાબરકાંઠાના માર્ગો “બોલ મારી અંબે જય જય અંબે”ના નાદ ગુજર્યાં
ભાદરવી પૂનમના મહામેળાને લઇ ભક્તોએ મોટા અંબાજી તરફ પ્રયાણ કર્યું
ચિરાગ મેઘા સાબરકાંઠા – ભાદરવી પૂનમના મહામેળા ના ગણતરી ના દિવસો બાકી છે. જ્યારે સમગ્ર દેશભર માંથી લાખોની સંખ્યામાં યાત્રીઓ માતાજીના દર્શનાર્થે યાત્રાધામ મોટા અંબાજી ખાતે પહોંચતા હોઈ છે. મોટા અંબાજી ખાતે જગતજનની જગદંબા નાં દર્શનાર્થે પગપાળા સંઘ લઈ જય જય અંબે બોલ મારી અંબે નાં નાદ સાથે ભકતો આગળ વધી રહ્યા છે. પદયાત્રી પ્રસાર થતાં સમગ્ર માર્ગ સહિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર જગતજનની ભક્તિમાં ગુંજી ઉઠ્યો છે. લાખોની સંખ્યામા પગપાળા સંઘ લઈ મોટા અંબાજી તરફ પ્રયાણ કરતા યાત્રાળુઓ માટે અનેકો સ્થળે વિસામા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે.

ત્યારે નેશનલ હાઇવે નં 48 પર સેવાભાવી લોકો દ્વારા છેલ્લા 12 વર્ષથી ચાલતા વિસામો ખુલ્લો મુકાયો છે. ગુજરાત રાજ્ય નાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નાં હસ્તે પદયાત્રી ઓનો વિસામો ખુલ્લો મુકાયો હતો. માતાજીના દર્શને જતા પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે જે પગલે ચા, નાસ્તો, જમવાનું, તેમજ અન્ય સુવિધાઓ અનેક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે.

યાત્રાધામ મોટા અંબાજી તેમજ નાના અંબાજીના માર્ગો પર ઠેર ઠેર નાના મોટા વિસામા ઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નેશનલ હાઇવે રોડની સાઈડમાં પદયાત્રીઓ માટે વિસામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પને ગુજરાત રાજ્ય નાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા..


