લોકડાઉન બાદ 2100 લોકોને મનરેગાથી જોડ્યા- 200 દિવસના કામની માંગ- વડગામ

December 15, 2020

બનાસકાંઠા જીલ્લાના વડગામ મતક્ષેત્રના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમની કોન્સ્ટીટ્વેન્સીમાં સતત હાજરી આપી નાની મોટી તમામ સમષ્યાઓના નીકાલ માટે અગ્રેસર રહેતા હોય છે. તેમની આ સક્રીયતા  સોશીયલ મીડીયા સાઈટ ઉપર પણ જોવા મળે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાનુ કામ હોય કે મનરેગામાં સામાન્ય/ગરીબ લોકોને યોજનાથી જોડવાનુ હોય તેમની ટીમની મહેનતના કારણે અત્યાર સુધી અનેક નવા લોકોને મનરેગા સાથે જોડવાની કામગીરી કરાઈ છે.

લોકડાઉનમાં ઉભુ થયેલ વર્કરોના સંકટને કારણે દેશમાં બેરોજગારી ખુબ જ મોટા પ્રમાણમાં વધી હતી. જેની અસર તેમના મતક્ષેત્રમાં પણ જોવા મળી. લોકડાઉન દરમ્યાન અનેક લોકો ગામ તરફ વળ્યા હતા. પરંતુ શહેરની માફક અહિયા પણ તેમની પાસે કોઈ રોજગારનુ સાધન નહી હોવાથી સમષ્યાનુ નિરાકરણ લાવવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા તેમની ટીમે પ્રયાસો કરી અનેક લોકોને મનરેગામાં કામ અપાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમા અત્યાર સુધી તેમની ટીમના પ્રયાસોથી અનેક લોકોને આ સંકટની પરિસ્થીતિમાં રોજગાર હાસીંલ થયો હતો. ગામે ગામ વિઝીટ કરી તેમની ટીમે 2100 લોકોને જોબ કાર્ડ બનાવી અપાવ્યુ છે. જેના આધારે 2100 લોકોના પરિવારને આર્થીક સંકટમાં મદદ મળી હતી. તેમની આ કામગીરીની પ્રશંષા કરી સ્થાનીક લોકો હવે મનરેગામાં 100 નહી પરંતુ 200 દિવસના કામની માંગ કરી રહ્યા છે. જેથી વડગામ મતવિસ્તાર સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોન્સ્ટીટ્વેન્સી બની છે જ્યા લોકો 100 નહી પરંતુ 200 દિવસના કામની માંગ કરતા હોય. 

જીગ્નેશ મેવાણીની ટીમે તેમના મતવિસ્તારમાં ચાલી રહેલા રાશન દુકાનોના ભ્રષ્ટાચારને પણ રોક્યો હતો. આ સીવાય પણ રોડ – રસ્તાના મરમ્મતની કામગીરી હોય એમાં માર્ગ અને મકાન વિભાગને સતત પત્રોથી જાણ કરી, તુરંત કામગીરી કરાવી આપતા ધારાસભ્યની સ્થાનીકો ખુબ પ્રશંષા કરી રહ્યા છે.

ઉના કાંડથી પ્રકાશમાં આવેલા જીગ્નેશ મેવાણી સામાજીક ન્યાયની લડાઈ હોય કે, સેક્યુલર, ડેમોક્રેટ મુલ્યોની રક્ષા – હમ્મેષા તે આ લડાઈમાં પ્રથમ હરોળમાં ઉભેલા જોવા મળે છે. તેમની આ પ્રગતીશીલતાના કારણે જ સમગ્ર દેશમાં તેમની અલગ છબી ઉભી થઈ છે. એવા ઓછા મતક્ષેત્રો હોય છે જ્યાના નેતા રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતા હોય. વડગામને એ હાસીંલ છે. ચુુંટણીમાં તેમના ધારાસભ્યને જીતાડવા માટે દેશભરમાંથી 13 અલગ અલગ પાર્ટીઓ તથા અલગ અલગ સામાજીક સંગઠનો પ્રચારમાં ઉતર્યા હતા. જે દર્શાવતુ હતુ કે વ્યક્તિત્વ ઈમાનદાર-દમદાર-વજનદાર છે.

 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0