ગરવી તાકાત મેહસાણા: આગામી સમયમાં ગુજરાતમાં નવા આંદોલનના એંધાણ મંડાયા છે. આજે મહેસાણા ખાતે દલિત મહા આંદોલનની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મોટા ભાગના આગેવાનોની ઉપસ્થિતમાં આંદોલન શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અને ફ્રિશિપ કાર્ડ બંધ થવાથી 7 હજાર વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ થઈ જતા અટકી પડ્યું છે. તેમજ અનુસિચ જાતિના ફન્ડમાંથી બનાવેલી છાત્રાલયમાં દલિત વિદ્યાર્થીઓને અમુક સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે. આ તમામ મુદ્દે ચર્ચા કરી આગામી એક માર્ચથી અમદાવાદથી ગાંધીનગર પગપાળા ચાલી આંદોલન શરૂ કરવામાં આવશે.
— વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર રૂમાલ રખાયો હતો : મહત્વનું છે કે, મહેસાણામાં બેઠક પહેલા દલિત સમાજના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર રૂમાલ મૂકી દેવામાં આવ્યો હતો. જોકે, બાદમાં મીડિયાને જોઇને ગણતરીની મિનિટોમાં રૂમાલ હટાવી નરેન્દ્ર મોદીના ફોટો વચ્ચે બેઠક યોજાઇ હતી.
— સરકારે દલિત અને આદિવાસી સમાજના શિક્ષણ પર ઘા કર્યો: ધારાસભ્ય નૌશાદ સોલંકી: ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, દલિત અને આદિવાસી સમાજના વિકાસના પાયાની અંદળ શિક્ષણનું પ્રમાણ રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બંને સમાજના શિક્ષણ પર ઘા કર્યો છે. 2020થી 6થી 7 હજાર વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી જાય એ પ્રકારના નિર્ણયો કર્યા છે. જે ફ્રી સીપટ કાર્ડ અને સ્કોરલીશિપની જે યોજના છે. એ યોજનાને ચતુરાઈ પૂર્વક સરકારે બંધ કરી છે. જેને લઈને 6થી 7 હજાર વિદ્યાર્થીઓનું શિક્ષણ જે પોસ્ટ મેટ્રિકટ કહીસ્કાય એ શિક્ષણ અટકી ગયું છે. દર વર્ષે બે હજાર વિદ્યા ર્થીઓ નવું શિક્ષણ લઇ શકશે નહીં તેવી વ્યવસ્થા કરી છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે. આ બાબતે સમગ્ર ગુજરાતના આગેવાનોની મિટિંગ મહેસાણા ખાતે યોજવામાં આવી છે.
— તમામ જિલ્લામાં જન જાગૃતિની જ્યોત જલાવવામાં આવશે
વધુમાં જણાવ્યું કે, આગામી 1 માર્ચે અમદાવાદ કે અન્ય કોઈ સ્થળે વિશાળ સંખ્યામાં દલિત સમાજ ભેગો થશે અને બીજી તારીખે વિધાનસભાનો ઘેરાવો કરી ગુજરાતની સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કરીશુ. સમાજના યુવાનોની ઈચ્છા હતી કે મહેસાણાથી આંદોલન શરૂ કરો. જેથી મહેસાણાથી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લામાં જન જાગૃતિની જ્યોત જલાવી 1 અને 2 માર્ચ મહાઆંદોલન દલિત શક્તિનો પરચો આ સરકારને બતાવીશું.
— આવી સરકારને 2022માં ઉખેડીને ફેંકી દેવી જોઈએ: નૌશાદ સોલંકીનૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે. જો રાજ્ય સરકાર બહુ મોટા જનસમુહને એના શિક્ષણથી અને યુવાથી વંચિત કરતી હોય તો આવી સરકારોને 2022ની ચૂંટણીમાં ઉખેડીને ફેંકી દેવી જોઈએ એ પણ હાકલ થશે. આ સંપુર્ણપણે સમાજનું આંદોલન છે. આ કોઈ પક્ષનું આંદોલન નથી. તેમજ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા દલિત સમાજના લોકોને પણ આહવાન કરું છું કે સમાજના હીત માટે આ આંદોલનમાં જોડાય.