31મી ડિસેમ્બરર નવા વર્ષની ઉજવણી અગાઉ ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસનો એકશન પ્લાન  

December 28, 2022

નવા વર્ષ પૂર્વે ગુજરાતની સરહદોએ વધુ સતર્કતા : શરાબ-ડ્રગ્સ ઘુસતુ રોકવા એકશન પ્લાન

ગરવી તાકાત, મહેસાણા – અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં દારુ અને અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડાતો હોવાને લઈ પોલીસ સતત સરહદી માર્ગો પર સતર્ક રહેતી હોય છે. હાલમાં ખાસ કરીને 31 ડિસેમ્બરને લઈ સતર્કતા વધારી દેવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર ચેકપોષ્ટ અને વિજયનગરની રાણી ચેકપોસ્ટ સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતા રાજસ્થાનથી આવતા તમામ માર્ગો પણ પોલીસ દ્વારા ચાંપતી નજર દાખવવામાં આવી રહી છે. આ રસ્તાઓ પર ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યુ છે. જેથી તહેવારોની મજાઓને બગાડનારા અસમાજીક તત્વોની ગતિવિધીઓ પર રોક લગાવાઈ શકાય. 

ઉપરાંત 31 ડિસેમ્બરને લઈ સરહદી વિસ્તારમાં ગુજરાતથી શોખીનો પણ મોટી સંખ્યામાં જતા હોય છે અને નશો કરીને પરત ફરતા હોય છે. નશો કરીને કાર ચલાવીને અને મુસાફરી કરીને ગુજરાતની હદના માર્ગો પર ફરનારાઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હાલના દિવસોમાં આવા તમામ શોખિનોને કાયદો ભંગ કરવાની સ્થિતીમાં ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરીને જેલના હવાલે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ક્રિસમસની શરુઆત થાય એ પહેલાથી જ સરહદી જિલ્લાની પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવે છે. ખાસ કરીને આંતરરાજ્ય સરદહો પરની બોર્ડરો પર પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન વિદેશી દારુને ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ હેરાફેરી કરનારા શખ્શો દ્વારા કરવામાં આવતો હોય છે. જેને અટકાવવા માટે તમામ શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જેથી દારુની હેરફેરને રોકી શકાય.

અરવલ્લી એસપી સંજય ખરાતે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, ખાસ કરીને રતનપુર બોર્ડર વિસ્તાર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યુ છે. અહીં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બોર્ડર સાથેના અન્ય નાના મોટા આંતરરાજ્ય રસ્તાઓ પર પણ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ રતનપુર બોર્ડર નેશનલ હાઈવે પર આવેલ હોઈ અહીંથી પસાર થતા વાહનો પર નજર વધારે રાખવી જરુરી છે. હાઈવે ઉત્તર ભારતથી ગુજરાતમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો છે. આ રસ્તે નશીલા પદાર્થો અને દારુની હેરાફેરીની આશંકા રાખીને અહીં સતર્કતા રાખી તેમની ઝડપી લેવા જરૂરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0