પાટણમાં રખડતાં ઢોરો સામે કાર્યવાહી, એક વર્ષમાં 1089 પશુ પકડ્યા રૂ.8.40 લાખનો દંડ વસૂલાયો 36 માલિકો સામે FIR

February 17, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં લાંબા સમયથી રખડતાં ઢોરોની સમસ્યા નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી હતી. આ સમસ્યાના નિવારણ માટે નગરપાલિકાએ છેલ્લા 1 વર્ષમાં વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. નિવૃત્ત થનાર ઢોર ડબ્બા કલાર્ક ભરત પટેલના જણાવ્યા અનુસાર, પાલિકાએ 100થી વધુ ડ્રાઇવ દરમિયાન કુલ 1089 રખડતાં પશુઓને પકડ્યા હતા.

Action taken against stray cattle in Patan | પાટણમાં રખડતાં ઢોરો સામે કાર્યવાહી: એક વર્ષમાં 1089 પશુ પકડ્યા, 36 માલિકો સામે FIR, રૂ.8.40 લાખનો દંડ વસૂલાયો - Patan News | Divya ...

પકડાયેલા પશુઓમાં 349 આખલા, 569 ગાયો અને 171 વાછરડાનો સમાવેશ થાય છે. આ તમામ પશુઓને ખલીપુર, રુગનાથપુરા, ઉદરા અને હરિઓમ ગૌશાળા જેવી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા. પાલિકાએ નક્કી કરેલા દંડ રૂ.3000થી રૂ.4000 મુજબ 258 ગાયોના માલિકો પાસેથી કુલ રૂ.8.40 લાખનો દંડ વસૂલ કર્યો.

રાજકોટમાં પશુના રજિસ્ટ્રેશન માટે મહિનાનો સમય, ત્યારબાદ નોંધણી વિનાના પશુઓને કબજે કરાશે - Revoi.in

પશુઓને રખડતા મૂકવાના ગંભીર ગુના બદલ 36 પશુપાલકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. નગરપાલિકાની ઢોર ડબ્બા શાખાએ 1 એપ્રિલ 2023થી ભરતભાઈ અને તેમની 6 સભ્યોની ટીમ દ્વારા આ અભિયાન ચલાવ્યું. જોકે, આટલી મોટી કાર્યવાહી છતાં હજુ પણ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત, જેના કારણે નાની-મોટી ઈજાઓથી માંડીને મૃત્યુ સુધીની ઘટનાઓ બનતી રહે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0