વિસનગરમાં બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર આરોપીને 15 વર્ષની સખત કેદની સજા અને રૂ.50 હજારનો દંડ ફટકાર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિસનગરમાં 4 વર્ષ અગાઉ ઘટના બની હતી :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિસનગરમાં 4 વર્ષ અગાઉ નર્સરીમાં જતી 3 વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે અડપલાં કરવાની ઘટનામાં સંડોવાયેલા સ્કુલના વોચમેનને સ્પેશીયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ૧૫ વર્ષની સખત કેદની સજા અને રૂ .૫૦ હજારનો દંડ ફટકાર્યો જયારે ભોગ બનનારને વળતર પેટે રૂ .3 લાખ ચુકવવાનો આદેશ કર્યો

વિસનગર શહેરમાં આવેલી નવયુગ શિશુ નિકેતન સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરતી એક 3 વર્ષની બાળકી શાળામાં રમવા માટે ગઈ તે વખતે મોકો જોઈને સ્કુલમાં વોચમેન તરીકે નોકરી કરતા અશોક બાબુલાલ ધોબી રહે,7 ચકલી,માયાબજાર મોકો જોઈને આ બાળકીને શાળાના એક રૂમમાં લઈ ગયો હતો. અહીં નરાધમે બાળકીના ગુપ્ત ભાગે બિભત્સ અડપલાં કર્યા. જેની જાણ થતાં આ અંગે ફરીયાદ નોંધાવવામાં આવી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આ કેસ અગાઉ મહેસાણા સેસન્સ કોર્ટમાં ચાલ્યા બાદ વિસનગર સ્પેશીયલ પોક્સો કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો દરમિયાન આ કેસની સુનાવણી સેશન્સ જજ એસ.એલઠક્કર સમક્ષ ચાલી ગયો. જેમાં એડી. સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલો તેમજ ભોગ બનેલ બાળકી સહિત 16 સાક્ષીઓની જુબાની અને 20 દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખી અદાલતે આરોપી અશોક ધોબીને કસુરવાર ઠેરવ્યો અને 15 વર્ષની સખત કેદની સજા અને રૂ.50 હજારના દંડનો હુકમ કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.