મહેસાણા પોલીસે એક ફરાર આરોપીને ઝડપી પાડી વડનગર પોલીસને હવાલે કર્યો છે. જેમાં ફરાર આરોપી વિરૂધ્ધ એક સગીરાને ભગાડી જવાનો આરોપ હતો. જેથી યુવકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. સગીરાના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જનાર યુવક અને સગીરા બન્ને પાટણમાથી ઝડપાતા બન્નેને વડનગર પોલીસ મથકે સોંપાયા હતા.
મહેસાણા એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, વડનગર પોલીસ મથકે નોંધાયેલ ગુનાનો અપહરણનો આરોપી સગીરા સાથે રામેશ્વર કામલપુર, તા. રાધનપુર મુકામે રહે છે. જેથી મહેસાણા એસઓજી ની ટીમે સર્વેલાન્સની મદદથી આરોપીને સ્થળે પહોંચી દબોચી લીધો હતો. જેમાં તેની સાથે સગીરા પણ મળી આવતા બન્નેને આગળની કાર્યવાહી માટે વડનગર પોલીસ મથકે સોપ્યા હતા. જેમાં આરોપીનુ નામ ઠાકોર અશોકજી વશરામભાઈ, રહે – કેમ્પીસા,તા.વડનગરવાળો હોવાનુ સામે આવ્યુ છે.