વિદેશી શરાબના ગુનામાં ચાર વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને મહેસાણા એલસીબીની ટીમે ઝડપી પાડ્યોં
સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – (Sohan Thakor) સોલા હાઇકોર્ટ અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતા ફરતા શખ્સને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી અમદાવાદ ફ્રાય સેન્ટર હોટલમાંથી ઝડપી પાડી જેલમાં ધકેલી સોલા હાઇકોર્ટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીને લઇને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસતંત્રની વિવિધ શાખાઓ દ્વારા જાણે પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવાનું મિશન હાથ ધરવામાં આવ્યું હોય તેમ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ હોય કે એસઓજી હોય કે પછી એલસીબી પ્રોહિબીશનમાં વિવિધ પોલીસ સ્ટેશનના ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ
મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, રમેશભાઇ, પીસી અજયસિંહ, સુભાષચંદ્ર સહિતનો એલસીબી સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હેકો. કિરણજી તથા વિજયસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, સોલા હાઇકોર્ટ અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલો શખ્સ રાવળ ભાવેશ ઉર્ફે ભલાજી ગોવિંદભાઇ રહે. કડી શાકમાર્કેટ બંબાગેર ચોકડી પાસે તા. કડીવાળો જે હાલમાં કડી અમદાવાદ ફ્રાય સેન્ટર હોટલમાં જમવા બેઠો છે. જે બાતમીને આધારે મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.