AAP સ્થાનીક સ્વરાજ ચુંટણીમાં ઝંપલાવશે, ભાજપ-કોન્ગ્રેસ એકબીજાની B ટીમ-નવા અધ્યક્ષની જાહેરાત

શેર કરવા અહીં ક્લિક કરો.

આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી એક મોટી ઘોષણા કરી હતી. ગુજરાતમાં આવનારા સમયમાં યોજનાર સ્થાનિક ચુંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રેસ કોન્ફરન્સ મારફત બીજી મોટી ઘોષણા ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યને લઈ કરવામાં આવી હતી. જેમાં યુવા નેતા ગોપાલ ઈટાલીયાને પાર્ટી અધ્યક્ષ બનાવાયા હતા.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવા 33 જીલ્લા અધ્યક્ષોની નીમણુક કરી આગામી ચુંટણીમાં ત્રીકોણીયા જંગનો એલાન કર્યુ છે. અગાઉ રેવન્યુ તથા પોલીસ ડીપાર્ટમેન્ટમાંથી રાજીનામુ આપી સામાજીક કાર્યો સાથે જોડાયેલ ગોપાલ ઈટાલીયાને પાર્ટી અધ્યક્ષ બનાવતા ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં પાર્ટી અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈ હતા તેમની હાજરીમાં નવા અધ્યક્ષની ઘોષણા કરવામાં આવી હતી. 

અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્લીમાં કરેલા શીક્ષા,સ્વાસ્થ વિજળી જેવા મુળભુત સેવાઓમાં ક્રાન્તિકારી પરીવર્તનોને ગુજરાતમાં પણ લાગુ થાય, એના માટે હમ્મેષા સંઘર્ષ કરતા ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ગોપાલ ઈટાલીયાની વરણી બદલ ભારે સમર્થન મળી રહ્યુ છે.  ગોપાલ ઈટાલીયાની વરણી બાદ ગુજરાત આમ આદમી પાર્ટીનો ગ્રાફ ખુબ ઉંચો પહોંચશે એવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

પાર્ટીમાં નવો જોસ પુરાશે

આગામી સ્થાનીક ચુુંટણીની ગંભીરતાને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીએ મોટો બદલાવ કર્યો છે. જેમાં ગ્રાઉન્ડ ઝીરો થી સોસીયલ મીડીયામાં પણ બહોળો સમર્થક વર્ગ ધરાવનારા ગોપાલ ઈટાલીયાની વરણી બાદ સરકારને એક મજબુત વિપક્ષનો સામનો કરવો પડી શકે છે. પાટીદાર અનામત આંદોલનથી પ્રકાશમાં આવનારા ગોપાલ ઈટાલીયા સતત સરકારની મુખાલ્ફત કરતા રહ્યા છે. જેમાં તેઓ સતત વ્યક્તિગત રીતે સરકારી ભ્રષ્ટ્રાચારને ખુલ્લો પાડવાનુ કામ કરતા આવ્યા છે. આ સીવાય તેઓ બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દા ઉપર સવાલો ઉઠાવતા રહ્યા છે. સોસીયલ મીડાયામાં પણ તેમની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે. 

ગુજરાતમાં ભાજપ અને કોન્ગ્રેસનુ ભ્રષ્ટ ગઠબંધન હોવાથી ખેડુતો, વિધાર્થીઓ, મહિલાઓ, સોશીતો, આદિવાશીઓ સરકારના તાનાશાહીથી પીડાઈ રહ્યા છે. જેથી તેઓ વિકલ્પ શોધી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટી સક્ષમ,શીક્ષીત,યુવા વિકલ્પ તરીકે આગળ વધી રહી છે.આવનારી સ્થાનીક ચુંટણીમાં  ગુજરાતની જનતા અમને વિજય બનાવશે એમ ગોપાલ ઈટાલીયાએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ. આ પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારને રાજેસ્થાનના સ્થાનીક ચુંટણીનુ ઉદાહરણ આપી જણાવ્યુ હતુ કે,  ભાજપ – કોન્ગ્રેસ એક બીજાની બી ટીમ છે. જેથી આ B ટીમોમાંથી ભારત અને ગુજરાતની જનતા છોડાવી A ફોર AAP ને A ટીમ બનાવવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીયે.

ગોપાલ ઈટાલીયાનો ટુંકો પરીચય

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામના વતની ગોપાલ ઈટાલિયાએ પોલિટીકલ સાયન્સમાં  ગ્રેજ્યુએશન કર્યુ છે. પાટીદાર આંદોલનો પ્રગતીશીલ ચેહરો. પોતાને પોલીસ કૉન્સ્ટેબલ જણાવી નીતિન પટેલને ફોન કરી તેમની સાથેની વાતચીતનો ઓડિયો વાઈરલ કર્યો હતો. જે બાદ મીડિયાને સંબોધન કરી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ પર જૂતુ ફેંકી ચર્ચાનો વિષય બન્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.