આમ..ભણશે ગુજરાત!!, દાંતા તાલુકાની પ્રા.શાળામાં ‘‘ ઝૂમ બરાબર ઝૂમ ’’ શિક્ષક શરાબી બનીને શાળામાં પહોંચતાં વાલીઓએ ધક્કામારી પરત ધકેલી દીધા 

August 4, 2023

અંબાજી પાસે ચીખલા સરકારી પ્રા. શાળાના શિક્ષક પટેલ અજય દારુ પીને શાળામાં પહોચતાં ગ્રામજનોનું ધમાસાણ મચાવ્યું 

ગરવી તાકાત, દાંતા તા. 04 – અંબાજી પાસેના દાંતા તાલુકામાં સરકારી શાળાના શિક્ષક શાળામાં દારૂ પીને આવતા ગ્રામજનોને તેમને બહાર કાઢતા ધમાલ થઇ હતી. ગુરુવારે અંબાજી નજીક આવેલા ચીખલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ અજય મહેન્દ્રભાઈ દારુ પીને આવતા ગ્રામજનોએ શિક્ષકને શાળા બહાર કાઢ્યા હતા. આ નાના ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગુરુવારે શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા દરમિયાન શાળાના શિક્ષક નશામાં આવતા ગ્રામજનો અને વાલીઓ શાળામાં આવી ગયા હતા.


અગાઉ પણ દાંતા તાલુકામાં અન્ય શાળામાં શિક્ષક દારૂ પીધેલા ફરજ બજાવતા ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. હવે જોવાનું રહેશે કે આવા નશો કરતા શિક્ષક ઉપર શિક્ષણ વિભાગ કેવા પગલાં ભરે છે અને જે પ્રમાણે ગુજરાત સરકાર ગુજરાતમાં દારૂબંધીની જે વાતો કરે છે તે વાતો આવા શિક્ષકો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યાં છે. શાળામાં વાલીઓ આવ્યા હતા અને તેમને વિડિયો પણ ઉતાર્યો હતો. ચીખલા પીકઅપ સ્ટેન્ડ આગળ શિક્ષક લથડીયા ખાતો જોવા મળ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0