— આખરે આમ આદમી પાર્ટીના કાર્યકરો ને શિહોરી કોર્ટે મુક્તિ આપી.પણ પોલીસ :
ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ચાંગા પંપીંગ સ્ટેશન પર થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી નવિન ચૌધરી અને એક અન્ય વ્યકિત સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે ધરણાં ઉપર બેસવા માટે કાર્યક્ર્મ રાખ્યો હતો ત્યારે ભેમાંભાઈ ને ડિસા પોલીસે વહેલી સવારે અટકાયત કરી હતી ત્યારે કાંકરેજ તાલુકાના ખોડા ખાતે નવિન ચૌધરી ની શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવી હતી જેમાં.
શિહોરી પોલીસ એ નવિન ચૌધરી ને બપોરે મુક્ત કરવામાં આવ્યા હતા અને ભેમાભાઈ ને ડીસા પોલીસે સાંજે મોડા આઠ વાગ્યે મુક્ત કરવામાં આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી એ ડિસા ખાતે પોલીસ સ્ટેશનમાં થી મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે ફેસબુક પર લાઈવ થઈ . કાંકરેજ તાલુકાના ચાંગા પંપીંગ સ્ટેશન પર પાણી છોડવામાં નહી આવે તો ધરણાં ઉપર બેસવા માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જણાવ્યું હતું ત્યારે તેઓ લગભગ રાત્રે ૧૧.૧૫ વાગ્યે કાંકરેજ તાલુકાના ખોડા ખાતે આમ આદમી પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પ્રભારી નવીનભાઈ ચૌધરી ના ઘરે પહોંચ્યા હતા
અને ત્યાં જમી ને સીધા દિયોદર થઈ ને કાંકરેજ તાલુકા ના ચાંગા પંપીંગ સ્ટેશન પર ધરણાં ઉપર બેઠા હતા ત્યારે લગભગ રાત્રે ૧૨.૩૦ થી વધુ સમય થયો હતો ત્યારે થરા પોલીસ ને જાણ થતાં તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી. નવીનભાઈ ચૌધરી સાથે ભરતસિંહ રાજપૂત ની અટકાયત કરવામાં આવી હતી અને થરા પોલીસ સ્ટેશનમાં નજર કેદ રાખીને ૨૪ કલાક કરતાં વધારે સમય સુધી અટકાયત કરવામાં આવતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા વકીલ શ્રી રમેશભાઈ નાભાણી ને પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી એ સુચના આપવામાં આવતાં આમ આદમી પાર્ટીની ટીમ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જ્યુડીશીયલ કોર્ટ માં આવ્યા હતા
ત્યારે થરા પોલીસ એ સર્ચ વોરંટ સાથે ત્રણેય આમ આદમી પાર્ટીના કાર્યકરો ને શિહોરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે થરા પોલીસ વિરુદ્ધ નામદાર કોર્ટ માં લેખિત અરજી કરી ને આમ આદમી પાર્ટીના કાર્યકરો ને સમય અવધિ અનુસાર વધુ સમય અટકાયત કરવામાં આવતા સર્ચ વોરંટ સાથે અરજી દાખલ કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીના વકીલ શ્રી રમેશભાઈ નાભાણી એ મીડિયા સમક્ષ નિવેદન આપી ને પોલીસ એ કરેલ કાર્યવાહિ ને કોર્ટમાં પડકારી હતી જેમાં જે તે અંગે ન્યાય માટે આગળ જવું પડશે તો આમ આદમી પાર્ટી ઉપર ની કોર્ટના દ્વાર ખખડાવશે ત્યારે હવે આવનાર સમયમાં વિધાનસભા ની ચુંટણીમાં ભાજપ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની કેવી ભૂમિકા રહેશે અને ખેડુતો માટે સિંચાઇ અને પશુપાલન વ્યવસાય માટે પાણી છોડવામાં ભાજપ સરકાર કેટલી કારગર નિવડે છે એ જોવું રહ્યું.
જૉકે ખરેખર ખેડુત એ જગતનો તાત છે અને હવે એને તકલીફ પડે તો ભગવાન શિવ પણ સહન કરી ન શકે પરંતુ હવે ભાજપ સરકાર દ્વારા ડેમો માં પીવા માટે પાણી ની વ્યવસ્થા છે અને સિંચાઇ વ્યવસ્થા નથી એટલે ભાજપ સરકાર ને ભીંસમાં લેવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે માંગ બુલંદ બની છે. એક બાજુ ભારતીય કિસાન સંઘ ગુજરાત સરકાર ને કડાણા ડેમ નું ઓવરફ્લો પાણી સુજલામ સુફલામ્ કેનાલમાં મળી રહે તેવી માંગ કરે છે અને બીજી તરફ ખેડુત આગેવાન એવા અમરાભાઈ ચૌધરી એ તો દિયોદર તાલુકા સહિત અન્ય પાંચ તાલુકાના ખેડુત એકઠા કરી ને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે હવે એમને ખાત્રી આપતા રેલીઓ અને સભાઓ સમેટી લીધા હતા પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કોઈ પણ ભોગે સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે કટિબદ્ધ છે ત્યારે હવે આવનાર દિવસોમાં પાણી છોડવા ની માંગ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ