ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કીમ્બુવા ગામના એક યુવક સાથે પોલીસ વિભાગમાં નોકરી અપાવવાના બહાને 1.21 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ સિદ્ધપુરના કોટ ગામના અજીતસિંહ ઠાકોર નામના શખ્સે પોતે પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી યુવક પાસેથી 112 હેલ્પલાઇન, TRB અને પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી અપાવવાના બહાને કુલ 1,21,120 પડાવી લીધા આ મામલે સરસ્વતી પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી ફરિયાદની વિગત મુજબ, કીમ્બુવા ગામના બળદેવભાઈ અમથાભાઈ ચમાર ગત 30 નવેમ્બરના રોજ પોતાના સાળા સાથે અમદાવાદથી પરત આવી રહ્યા તે સમયે અડાલજ ચોકડી પાસેથી અજીતસિંહ બળવંતસિંહ ઠાકોર નામનો શખ્સ તેમની ગાડીમાં પેસેન્જર તરીકે બેઠો.

મુસાફરી દરમિયાન અજીતસિંહે પોતાની ઓળખ એ.એસ.આઈ. તરીકે આપી અને તેની પત્ની પાટણમાં પી.આઈ. હોવાનું જણાવી બળદેવભાઈનો વિશ્વાસ કેળવ્યો તેણે બળદેવભાઈને 112 હેલ્પલાઇનમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી પોતાનો મોબાઈલ નંબર આપ્યો નોકરીની જરૂરિયાત હોવાથી બળદેવભાઈએ તેનો સંપર્ક કરતા ઠગબાજે છેતરપિંડીનું કાવતરું રચવાનું શરૂ શરૂઆતમાં TRBમાં નોકરી માટે બૂટના નામે ₹1,120 ઓનલાઈન મગાવ્યા ત્યારબાદ ઠગબાજે ફરિયાદીને અમદાવાદ અને ગાંધીનગર બોલાવ્યા ગાંધીનગરથી પી.આઈ. બોલતા હોવાનો ખોટો મેસેજ કરીને ફરિયાદીને વધુ વિશ્વાસમાં લીધા તેણે સુરત ખાતે નોકરી અપાવવાના બહાને ગાંધીનગરના વહીવટ માટે ₹20,000ની માંગણી.

ફરિયાદીને સુરત લઈ જઈ ત્યાં પોલીસ કમિશનર કચેરીની બહાર ઊભા રાખી, ઠગબાજ પોતે અંદર જઈ પરત આવ્યો અને વર્દી તથા અન્ય ખર્ચના બહાને વધુ નાણાં પડાવ્યા ઠગબાજે ફરિયાદીને પોલીસ કીટ અને બૂટ પણ આપ્યા જેથી તેને શંકા ન જાય. છેતરાયેલા યુવકે ટુકડે-ટુકડે રોકડ અને ઓનલાઈન માધ્યમથી કુલ ₹1,21,120 ચૂકવ્યા જોકે, જ્યારે ફરિયાદીએ જોઈનિંગ લેટરની માંગણી કરી ત્યારે ઠગબાજે વધુ ₹3 લાખ માંગ્યા. ફરિયાદીએ આટલા નાણાં ન હોવાનું કહેતા તેને ₹60,000 ઓનલાઈન ટ્રાન્સફર કરવા દબાણ નાણાં ચૂકવ્યા બાદ ફરિયાદીએ જ્યારે અજીતસિંહ પાસે તેનું આઈ-કાર્ડ માંગ્યું ત્યારે તેણે આનાકાની કરી અને યોગ્ય જવાબ આપ્યો ન આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા બળદેવભાઈએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે બી.એન.એસ.ની કલમ 318(2), 319(2) અને 204 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી.


