ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર તાલુકાના કઠવાડીયા ગામે ખેતરના રસ્તાના વિવાદમાં એક યુવાનની હત્યા કરવામાં આવી આ કેસમાં પોલીસે 15 આરોપીઓ પૈકી 10ની ધરપકડ કરી જે તમામ આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI એચ.આર. હેરભાના જણાવ્યા અનુસાર, રવિવારે કઠવાડીયા ગામે ખેતરમાં જવાના રસ્તા બાબતે ગામના ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા સાથે કેટલાક લોકોએ બોલાચાલી કરી આ બોલાચાલી મારામારીમાં પરિણમી.

15થી વધુ લોકોના ટોળાએ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો પીછો કર્યો ત્યારબાદ લાકડીઓ, પથ્થરો અને છરીઓ વડે તેમના પર હુમલો કરી ચપ્પાના ઘા મારી હત્યા કરી આ ઘટના અંગે કઠવાડીયા ગામના સુરપાલસિંહ માનસિંહ ઝાલાએ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગ્રામ્ય પોલીસે હત્યાના 15 આરોપીઓમાંથી 10ની ધરપકડ કરી તેમને બુધવારે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે.

પકડાયેલા આરોપીઓમાં મૂળસિંહ જગતસિંહ ઝાલા, ભારતસિંહ મૂળસિંહ ઝાલા, બટુસિંહ પૃથ્વીસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ખોડસિંહ ઝાલા, કમલેશસિંહ વિજયસિંહ ઝાલા, કિસ્મતસિંહ દેવુસિંહ ઝાલા, યશપાલસિંહ મણુસિંહ ઝાલા, અનસૂયાબા કનકસિંહ ઝાલા, શ્રીપાલસિંહ કાળુસિંહ ઝાલા અને રાજવીરસિંહ કાળુસિંહ ઝાલાનો સમાવેશ થાય.


