ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ઊંઝાના હાઈવે ઉપર નવનિર્મિત ઓવરબ્રીજ ઉપર 15 દિવસ અગાઉ પસાર થતા બાઈકને પાછળ લોખંડની પાઈપો ભરેલા ટ્રેઈલરે પૂરઝડપે હંકારી અડફેટે લઈ ટક્કર મારતાં બાઈક સવાર 2 યુવકો પુલ ઉપર પટકાયા હતા. જેમાં બાઈક ચાલક યુવકનું અમદાવાદ સારવાર દરમિયાન કરૃણ મોત નિપજ્યું હતો
ઉનાવાના જીતુજી ઠાકોરના ભત્રીજીના ભાણીયાની બાબરીના પ્રસંગે સમગ્ર પરિવાર પંદરેક દિવસ અગાઉ ઈકો તથા બાઈક બે વાહનો મારફતે સવારે બ્રાહ્મણવાડા જઈ રહ્યા હતા. ત્યારે ઊંઝા હાઈવે ઉપર નવ નિર્મિત ઓવરબ્રીજ ઉપર બાઈક સવાર યુવરાજ તથા તેનો કાકાો ભાઈ પરેશજી બંને પાછળ આવતા લોડેડ ટ્રેઈલરના ચાલકે હડફેટે લઈ ટક્કર મારતાં બાઈક ફંગોળાતાં રોડ ઉપર પટકાયા હતા.
જેમાં યુવરાજને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જેમાં સારવાર દરમિયાન ગઈકાલે આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. આ બાબતે થયેલી ફરિયાદ સંદર્ભે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ કરી રહ્યા છે.